સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

21 September 2023 01:13 PM
Dhoraji
  • સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

ધોરાજી તાલુકા આમઆદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર

ધોરાજી,તા.21

સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિશાન સહાય તેમજ વિવિધ પ્રશ્ર્નો અંગે ધોરાજી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદન પત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી.આ અંગે આમ આદમી પાર્ટી ધોરાજીના યશવંતકુમાર સોંદરવાએ સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠાવી જણાવ્યું છે કે ચાલુ મૌસમમાં 28 થી 30 દિવસનો બે વરસાદ વચ્ચે ગેપ પડવાથી અનાવૃષ્ટિ જાહેર કરવા મુખ્ય મંત્રી કિશાન સહાય યોજનાનો ખેડૂતભાઈઓને લાભ આપવા અને નિયમો મુજબ પાકોનો સર્વે કરાવી સરકાર એ ખેડૂતભાઈઓને તાત્કાલિક મુખ્યમંત્રી કિશાન સહાય અંતર્ગત સહાય ચૂકવવા સહિત પ્રશ્ર્નોની આ રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્ર આપવામાં ધોરાજી શહેર આપના પ્રમુખ કિશોરભાઈ લકકડ ધોરાજી શહેર પ્રભારી અને જિલ્લા મંત્રી કાન્તીલાલ સોંદરવા શહેર ઉપપ્રમુખ અહેસાન ભાઈ સંધી શહેર મંત્રી અનુભાઈ ટીલાળા લખન ચૌહા ભીખાભાઈ બાંભણીયા નરેન્દ્ર બગડા યશવંત સોંદરવા સહિતના અગ્રણીઓ હોદ્દેદારો હાજર રહ્યા હતાં.


Advertisement
Advertisement
Advertisement