અમદાવાદથી રાજકોટ જતા આઇશર ચાલકનું ડોળીયા પાસે અકસ્માતમાં મોત

21 September 2023 01:23 PM
Surendaranagar
  • અમદાવાદથી રાજકોટ જતા આઇશર ચાલકનું ડોળીયા પાસે અકસ્માતમાં મોત

વઢવાણ, તા. 21

અમદાવાદથી માલ ભરીને આઇસર લઇને પરપ્રાંતિય યુવાન રાજકોટ તરફ જતો હતો. આ દરમિયાન ડોળીયા બાઉન્ડ્રી નજીક આઇસરના ચાલક બિહાર પ્રાંતના મુંડેરાના અવિનાશ તિવારીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આગળ જતા ટ્રક પાછળ આઇસર અકસ્માતે ઘૂસી ગયું હતુ.

આ અકસ્માતમાં અવિનાશને ગંભીર ઇજા થતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ બાબતે સાયલા પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી યુવાનને સારવાર માટે સાયલા દવાખાને લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઇજા થવાના કારણે વધુ સારવાર મળે તે પહેલા યુવાનનું મોત થયું હતું.


Advertisement
Advertisement
Advertisement