જુનાગઢ, તા.21 : વંથલીના બારોટ ગામે રહેતો ભરત જીવા કોટેચા બહારથી માણસો બોલાવી પોતાના રહેણાક મકાનમાં જુગાર ધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા મકાન માલીક ભરત જીવા કોટેચા, મયુર મોહન રાઠોડ રે. છત્રાસા, મનસુખ દાના રાઠોડ રે. સ્વામીના બોડકા, જયેશ બીજલ પરમાર જુનાગઢ, મહેશ સોમા ચુડાસમા રે. છત્રાસા અને પ્રફુલ કચરા કોટેચા રે. બાલોટવાળાને રોકડ રૂા.26900 મોબાઇલ 4 રૂા.16000 મો.સા. રૂા.50000 કુલ રૂા.94940 સાથે દબોચી લીધા હતા.વિસાવદરના બરડીયા ગામે જાહેરમાં જુગટુ ખેલતા પને રૂા.10350 સાથે દબોચી લીધા હતા. બાંટવા મરઘા ઉછેર કેન્દ્ર પાસે જુગટુ ખેલતા 13850ની મતા સાથે પકડી લીધા હતા. માંગરોળ સોસા. જુગટુ ખુલતા 12ને 10150ની રોકડ સાથે દબોચી લીધા હતા. બીજી રેડ સલાટ વાડામાંથી 9 ને 10130 સાથે પકડી પાડયા હતા ચોરવાડમાં જુગટુ ખેલતા ત્રણને રોકડ રૂા.5320 સાથે પકડી લીધા હતા.