ગુજરાત રાજય પંચાયત કર્મચારી મહાસંઘની સાઘારણ સભા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અઘ્યક્ષ સ્થાને ગાંઘીનગર જીલ્લા પંચાયત કચેરીના સભાખંડમા યોજાઈ હતી.જેમા ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના નવા પ્રમુખ તરીકે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.(તસ્વીર: જીજ્ઞેશ ભટ્ટ-મોરબી)