જુનાગઢ તા.21 : જુનાગઢ જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો નોંધાયા છે. જુનાગઢ બી ડીવીઝનના ઈસ્કલન હાઈટસ પાસે ચોબારી રોડ સોપાનમાં અમીત ગોરધનભાઈ જસાણીના બાંધકામની સાઈટમાં સુજલ માનસીંહ સીસોદીયા (ઉ.17) બાંધકામમાં કામ કરતો હતો. જયાં લોખંડનું એંગલ માથે પડતા ગંભીર ઈજા થતા મોત નોંધાયું હતું. બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. મેંદરડાના ગુંદાળા ગામે રહેતા વૃધ્ધ ભીખાભાઈ કેશુરભાઈ વાઢીયા (ઉ.70) તેમની વાડીએ ટીસીના થાંભલા પાસે ઈલે.શોર્ટ લાગતા મોત નોંધાયું હતું. મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી છે. માણાવદના ઘેડ કોયલાણા ગામે રહેતા રાણીબેન કારાભાઈ અરજણભાઈ ઘોડાદરા (ઉ.45) ગઈકાલે સવારે 8-40 કલાકે કોયલાણા ગામની સીમમાં આવેલી ઓઝત નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જતા મોત નોંધાયું હતું. રાણીબેન વાડીએ ઢોર લઈને જતા હતા ત્યારે વરસાદ ચાલુ હતો તે પાણીના પ્રવાહમાં તણાઈ જતા મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.