કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પાસ કરવામાં આવ્યું હતું જેને લઇને મોરબી શહેર અને જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.લોકસભા અને વિધાનસભામાં 33 ટકા મહિલાઓના અનામત માટે નારી શક્તિ વંદન અધિનિયમ સંસદના ત્રીજા વિશે સત્રમાં રજૂ કરવામાં આવી હતું અને તેમાં ચિઠ્ઠીથી થયેલા વોટિંગમાં બે તૃતીયાંશ બહુમતીથી આ બિલ પસાર થયું હતું આ બિલ મુજબ હવે સંસદમાં ત્રીજી સાંસદ મહિલા સાંસદ હશે અને 33 ટકા મહિલાઓને પ્રાધાન્ય મળશે.
આ બિલના સમર્થનમાં 454 જેટલા વોટ પડ્યા હતા જ્યારે વિરોધમાં માત્ર 2 વોટ પડ્યા હતા.આ બિલ હવે લોકસભામાંથી રાજ્યસભાની મંજૂરીમાં જશે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ મિડીયામાં જણાવ્યા પ્રમાણે ભાજપએ હંમેશા ઓબીસી સહીત દરેક વર્ગને પ્રાધાન્ય આપ્યું છે.જ્યારે કોંગ્રેસે માત્ર ઓબીસી સહીત અન્ય વર્ગોના નામે રાજકારણ જ ખેલ્યું છે.ત્યારે આ અનામતથી મહિલાઓને સશક્ત બનવાનો અને મહીલાઓના પ્રશ્નો વધુને વધુ લોકસભા તેમજ રાજ્યસભામાં રજૂ કરવાનો મોકો મળશે આ પ્રકારના આ બિલને મંજૂરી મળતા મોરબી શહેર અને જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ફટાકડા ફોડીને તેમજ મીઠાઈ વહેંચીને એકમેકના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા અને કેન્દ્રની ભાજપ સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યું હતું.આ તકે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા, પરેશભાઈ કચોરીયા, નરેન્દ્રભાઈ પોપટ, ભરતભાઈ ડાંગર, કાજલબેન ચંડીભમર, નિર્મલાબેન હડીયલ, ભાનુબેન નગવાડીયા, જયશ્રીબેન સહિતનાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા શનાળા રોડ ખાતે આવેલ જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે ઢોલના તાલે રાસ રમીને તેમજ ફટાકડા ફોડીને આ દુરંદેશી નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો.(તસ્વીર/ અહેવાલ : જીગ્નેશ ભટ્ટ દ્વારા)