જુનાગઢમાં દાંડીયા રાસની પ્રેકટીસ કરતા ખેલૈયાનું હાર્ટએટેકથી મોત

21 September 2023 01:38 PM
Junagadh
  • જુનાગઢમાં દાંડીયા રાસની પ્રેકટીસ કરતા ખેલૈયાનું હાર્ટએટેકથી મોત

શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા ખેલૈયાનાં મોતથી ગમગીની

જુનાગઢ તા.21 : વર્તમાન સમયમાં નાની વયના યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઈ રમત ગમત અને વિવિધ ક્ષેત્રે સંકળાયેલા યુવા વર્ગ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યો છે ત્યારે આજે વધુ એક બનાવમાં જુનાગઢના દાંડીયા રાસની પ્રેકટીસ કરતો યુવાન હાર્ટએટેકથી ઢળી પડતા મોતને ભેટયો હતો.

જુનાગઢમાં નવરાત્રી તહેવારના આગમન પૂર્વે ગરબા કોચીંગ કલાસમાં યુવા વર્ગ પ્રેકટીસ કરી રહ્યા છે. દાંડીયા રાસમાં શ્રેષ્ઠ ખેલૈયાઓનો એવોર્ડ મેળવનાર ચિરાગ ભરતભાઈ પરમાર (ઉ.24) જોષીપરાના ગજાનન કોચીંગ કલાસમાં દાંડીયા રાસની પ્રેકટીસ સમયે બેભાન થઈ ઢળી પડતા તેને સારવારમાં હોસ્પીટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ પ્રાથમીક તપાસમાં ચિરાગનું હાર્ટએટેકથી મોત થયાનું જાહેર થયું છે. બનાવના પગલે મૃતકના પરીવારજનો અને કોચીંગ કલાસના સાથી ખેલૈયાઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


Advertisement
Advertisement
Advertisement