જુનાગઢ તા.21 : માંગરોળ મરીનનાં શેરીયાજ બારા ખાતે રહેતા યુવાનને ત્રણ શખ્સોએ રેતી ચોરવા અને રીક્ષા સ્પીડથી ચલાવવા બાબતે નહી ચલાવવાનું કહેતા ત્રણ આરોપીઓએ પાવડા-છરી અને ઢીકાપાટુનો માર મારી લોહીલોહાણ કરી કુલ 7 ટાંકા શરીરમાં આપ્યાની અને હવે રેતી ચોરવા બાબતે કંઈ કીધું તો જીવતો નહી મુકીએ જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ મરીન પોલીસમાં નોંધાવી છે. ફરિયાદી જાવીદ યાકુબભાઈ સમા (ઉ.32) રે. શેરીયાજ એ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.19-9-2023ની
સાંજે 5.30 કલાકે આરોપીઓ સિકંદર અમુશા બાનવા (ઉ.42) રે. શેરીયાજ, તેનો દીકરો સમીર સિકંદર બાનવા અને આદીલ દીલાવર બાનવા રીક્ષામાં રેતી ચોરી કરીને રીક્ષા ફુલ સ્પીડમાં ચલાવતો હોય જેને સ્પીડમાં નહી ચલાવવાનું કહેતા સિકંદરે પાવડાથી માર માર્યો હતો જેમાં માથામાં પાંચ ટાકા આવેલ. આરોપી આદીલ દીલાવરે છરીના ઘા સાહીદને મારતા ટાંકા આવ્યા હતા. હવે રેતી ચોરી બાબતે કંઈ કીધુ તો નહી મુકીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા માંગરોળ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.
દાતરડા વડે હુમલો | માણાવદર વાદીવાસમાં રહેતો આરોપી ભીમા કોળી જુગાર રમાડતો હોય જયાં ફરિયાદી વિજય ધાંધલ (ઉ.28) રે. માણાવદર વાળાની પત્ની જુગાર રમવા ગયેલ હોય તેને બોલાવવા જતાં આરોપીઓ ભીમા કોળી અને તેનો દિકરો અમીત ભીમા કોળીએ લોખંડના પાઈપ અને દાંતરડા વડે હુમલો કરી ડાબા હાથ અને કોણીમાં ઈજા કર્યાની ફરિયાદ નોંધાવતા માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.