જુનાગઢ ભવનાથ તળેટીમાં સંત સંમેલન મળ્યું: સનાતન ધર્મને બચાવવા ચાર મુદ્દાઓની ચર્ચા; કમીટીની રચના કરવા નિર્ણય

21 September 2023 01:42 PM
Junagadh
  • જુનાગઢ ભવનાથ તળેટીમાં સંત સંમેલન મળ્યું: સનાતન ધર્મને બચાવવા ચાર મુદ્દાઓની ચર્ચા; કમીટીની રચના કરવા નિર્ણય

ગોરક્ષક આશ્રમ ખાતે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છનાં સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સાળંગપુરમાં ધાર્મિક લાગણી દુભાવવાનો મુદ્દો ઉછળ્યો

જુનાગઢ તા.21 : ભવનાથ તળેટીના તળેટીમાં આવેલ ગુરુગોરખનાથ આશ્રમ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાત સહિતના વિવિધ ભાગોમાંથી વિવિધ સંતો ગઈકાલ સાંજથી જુનાગઢ ભવનાથ શેરનાથ બાપુની જગ્યામાં આવી ચુકયા છે. આજે સવારે 10 કલાકે શરૂ થયેલી બેઠકમાં શેરનાથ જગ્યાના મહંત શેરનાથ બાપુ ગુરુ ગોરખનાથ આશ્રમ ખાતે સનાતન ધર્મની બેઠક બોલાવાઈ છે. જેમાં વિવિધ કમીટીઓની રચના તેમચ ચાર મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. સનાતન ધર્મની કમીટીમાં ગુજરાતના સંતોને સામેલ કરવા, સત્ય સંશોધન કમીટીની રચના કરવામાં આવશે જેમાં વિદ્વાન સંતો, આચાર્યોનો સમાવેશ કરવો, ત્રીજો મુદો મીડીયા કમીટીની રચના કરવી

જયારે કોઈ ધર્મ વિષે સંપ્રદાય વિશે કોઈ અભદ્ર ટીપ્પણી કરતા હોય તેની સામે કઈ રીતે કામ કરવું અને નવી સમિતિમાં કોણ કોણ નવા સંતોને સામેલ કરવા જુની કમીટીમાં સુધારા વધારા કરવા સંતોની રેલી ઉપરાંત સાહીત્યોમાં અનેક ખોટા લખાણો દુર કરાવવા કાયદાકીય લડત આપવી તાજેતરમાં હનુમાનજી દાદા સારંગપુર ખાતે હનુમાનજીને સ્વામીનારાયણની સામે હાથ જોડી પગે લગાડતા ફોટા ચીત્રો હનુમાનજીના કપાળમાં સ્વામીનારાયણ તીલક વિગેરે વિવિધ બાબતો અંગે દેશાવરમાંથી આવેલા સંતો પોત પોતાના અભિપ્રાયો રજુ કરશે. બાદ કમીટીઓની અલગ અલગ રચના કરી આગામી સમયમાં કઈ રીતે કઈ રણનીતિથી આગળ વધવું તેની ખુલ્લી ચર્ચાઓ આ બેઠકમાં થઈ રહી છે.

આ બેઠકના રાજકીય ધાર્મિક બહુ જ મોટા પડઘા પડશે તેવું જોવા મળી રહ્યું છે. અનેક સંતો લાલઘૂમ હોય અને કડક ભાષામાં પોતાના વિચારો રજુ કરી રહ્યા છે. બેઠક બપોર બાદ પણ ચાલશે તેવું જોવા મળી રહ્યું છે. સંતોની વિશાળ રેલી અને કાયદાકીય લડત માટેની તૈયારીઓ પણ જોવા મળી રહી છે. ગોરખનાથ આશ્રમ ખાતેના મહંત શેરનાથ બાપુ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિન્દુ સંપ્રદાયના સનાતન ધર્મના વિવિધ પાંખોના સંતો મહંતો ગાદીપતિઓ મઠાધીપતિઓ મોટી સંખ્યામાં ગુરુ ગોરખનાથ આશ્રમે બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પુરતો પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બેઠક શરૂ થવા પામી છે. વિવિધ ધર્મોના અનુયાયીઓ ભવનાથ તળેટીમાં આવી રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement