મોરબીમાં જુદાજુદા બનાવોમાં ત્રણ બાળકોને સારવાર માટે ખસેડાયા

21 September 2023 01:49 PM
Porbandar
  • મોરબીમાં જુદાજુદા બનાવોમાં ત્રણ બાળકોને સારવાર માટે ખસેડાયા

મોરબીના જુદાજુદા ત્રણ વિસ્તારોમાં બનેલા બનાવમાં ત્રણ બાળકોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે : વીસીપરાના યુવાનને મારામારીમાં ઇજા થતાં સારવારમાં

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.21

ઝેરી અસર
માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામે વાડી વિસ્તારમાં રહેતા પાચુભાઈ ચૌહાણ નામના 12 વર્ષના બાળકને ખેતરમાં ઝેરી દેવાની અસર થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલે લવાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.

બાળક સારવારમાં
લાલપર ગામે હનુમાન મંદિર પાસે રહેતા પરિવારનો કુલદીપસિંહ રવિસિંહ પઢિયાર નામનો પાંચ વર્ષના બાળક વાહન અકસ્માતમાં ઇજા પામતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

બાળકી સારવારમાં
ગોર ખીજડીયા ગામે શામજીભાઈ દેવરાજભાઈ ડોડીયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા અને મૂળ દાહોદના પાનમ કંઝેરા ગામના મજુર પરિવારની દિવ્યાબેન મહેશભાઈ વસુનીયા નામની ચાર વર્ષની બાળાને વાડીમાં રમતી હતી ત્યારે કોઈ અજાણ્યું જનાવર કરડી જતા તેણીને સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવી હતી.

મહિલા-યુવાન સારવારમાં
માળિયા મીયાણા તાલુકાના મણાબા ગામે વાડી વિસ્તારમાં કોઈ ઝેરી જનાવર કરડી જવાથી માયાભાઈ મનીષભાઈ ડામોર નામના 35 વર્ષના યુવાનને ઝેરી અસર થવાથી તેને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયો હતો જે અંગે એ ડિવિઝવ પોલીસ મથકે જાણ કરાતા હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના મોટી વાવડી ગામે આવેલ ગાંધીનગર વિસ્તારમાં કોઈ ઝેરી જનાવર કરડી જવાથી પ્રવિણાબેન અલ્લારખાભાઈ કોરેજા નામની 22 વર્ષીય મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવી છે.

મારામારીમાં ઈજા
વીસીપરા વિસ્તારમાં રહેતા હુસેનભાઈ કાસમભાઈ પીંજારા નામના 35 વર્ષના યુવાનને મોરબીના જુના બસ સ્ટેશન પાસે કોઈ બાબતે થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.


Advertisement
Advertisement
Advertisement