નારાયણ સેવા સંસ્થા ઉદયપુર મોરબી રાજકોટ જિલ્લાના પ્રમુખ ઘનશ્યામસિંહ એસ.ઝાલા રંગપર તેમજ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હિમસન ફિલ્મ મોરબીના રામ મહેતા તેમજ રાજભા ઝાલા (વધાસિયા) વાંકાનેર રાજપૂત સમાજ આગેવાન અને તરૂણભાઈ નાગદા દ્વારા વાંકાનેર યુવરાજ અને રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલાનું સાલ ઓઢાડીને સન્માન કરાયુ હતુ. આ તકે ઘનશ્યામસિંહ ઝાલા નિર્મિત પ્રેમ સગાઈ ફિલ્મનું પોસ્ટર સાંસદ દ્રારા લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મને સમગ્ર ભારતમાં સારો પ્રતિસાદ મળે તેવી સાંસદ કેસરીસિંહ ઝાલાએ શુભેચ્છા પાઠવેલ છે. ઘનશ્યામસિંહ ઝાલા વર્ષોથી રાજસ્થાનના ઉદયપુરમાં આવેલ નારાયણ સેવા સંસ્થા સાથે જોડાયેલા છે અને તેઓ આ ફિલ્મના નિર્માણ બાદ તે ફિલ્મમાંથી જે કોઈ આવક થશે તેને વિકલાંગો માટે વાપરશે, (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)