અરણીટીંબા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન

21 September 2023 01:52 PM
Morbi
  • અરણીટીંબા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી અરણીટીંબા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. સ્પર્ધામાં ધોરણ 6 થી 8 ના કુલ 26 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોર્યા હતા. ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી હતી. અંતે શાળાના આચાર્ય ચાવડા કિશનભાઈ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ તથા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement