વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકા પંચાયતના હોદેદારોનું સન્માન કરાયુ

21 September 2023 01:53 PM
Morbi
  • વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકા પંચાયતના હોદેદારોનું સન્માન કરાયુ

અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકા આયોજિત તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સંગઠનની કાર્ય પ્રણાલી સંગઠન રાષ્ટ્ર હિતમાં શું કાર્ય કરી રહ્યું છે તેની માહિતી મહિલા પાંખના અધ્યક્ષ અને સુરેન્દ્રનગર મોરબી વિભાગના સંગઠન મંત્રી ડો. લાભુબેન કારાવદરા દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ વાંકાનેર તાલુકા પ્રમુખ કૈલાશબા ઝાલા, કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, હુસેનભાઈ શેરસિયા, વાઘજીભાઈ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા, તાલુકા શિક્ષણ અધિકારી મંગુભાઈ પટેલ બી.આર.સી., મયુરસિહ પરમાર વગેરે મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રમુખ કૈલાશબા ઝાલા તથા કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા શિક્ષણહિત માટે અને શિક્ષકોના પ્રશ્નો હર હમેશા સાથે રહીને ઉકેલ લાવવા માટે કટિબંધ રેહશું તેવું કહ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાંકાનેર તાલુકાના સંગઠન મંત્રી કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement