(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.21 : આઝાદી પૂર્વે વર્ષ 1945 થી અસ્તિત્વ ધરાવતા દેશના અગ્રણી મીઠા ઉત્પાદન સંધ ધી ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો (ઈસ્મા) ની 47 મી વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં મુંબઈ ખાતે મળી હતી જેમાં પ્રવર્તમાન પ્રમુખ બી.સી. રાવલ અને માનદ મંત્રી પી.આર. ધ્રુવ દ્વારા સભાને સંબોધન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક સામાન્ય સભામાં દેશના અગ્રણી મીઠા ઉત્પાદકોની 88 ટકા હાજરીમાં સંસ્થાની કાર્યવાહીનો અહેવાલ અને હિસાબી સરવૈયું આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ઈસ્માની આગામી વર્ષ 2023-25 ની બે વર્ષની મુદત માટે સંસ્થાના હોદેદારોની ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ સી. રાવલ, ઉપપ્રમુખ તરીકે શામજીભાઈ કાનગડ તેમજ મોરબી-માળિયાના મીઠા ઉદ્યોગના આગેવાન દિલાવરસિંહ જાડેજા (જયદીપ ગ્રૂપ)ની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તો માનદ મંત્રી તરીકે પર્વીશભાઈ આર. ધ્રુવ, સહમંત્રી તરીકે પરાગભાઈ શેઠ અને ખજાનચી તરીકે શામજીભાઈ તેજાભાઈ આહીરની વરણી કરવામાં આવેલ છે અને તેની સાથોસાથ કમિટી મેમ્બરની પણ વરણી કરવામાં આવેલ છે.