મોરબીમાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ અંતર્ગત માનવ જાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર નાટક યોજાયુ હતુ.જેમા પેટા થીમ તરીકે સમાજમાં અંધશ્રધ્ધા વિષય ઉપર નાટ્ય સ્પર્ધાનું જીલ્લાકક્ષાનું આયોજન આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તરફથી કરવામાં આવ્યુ હતુ. શ્રી નવનિર્માણ વિદ્યાલય-મોરબીની ટીમ પ્રથમ શ્રેષ્ઠ રજુઆત કરનાર ટીમ હતી તથા દ્વિતીય શ્રેષ્ઠ રજુઆત કરનાર ટીમ તરીકે શ્રીમતી એલ.કે.સંઘવી ક્ધયા વિધાલય વાંકાનેરની ટીમ રહી હતી.હવે શ્રેષ્ઠ ટીમ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. નિર્ણાયકો તરીકે શ્રીમતી.એમ પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ મોરબીનાં ઉષાબેન જાદવ તથા શ્રીમતી એચ.એચ.મેઘનાથીએ હાજરી આપાને બાળકોને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યુ હતુ તે બદલ તેઓનો આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર વતી એલ એમ.ભટ્ટ તથીા દિપેનભાઈ ભટ્ટે આભાર વ્યક્ત કર્યો હતો. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)