નવી દિલ્હી તા.21
પાટનગર દિલ્હીમાં પુરમ સેકટર-3માં આવેલી લાલબહાદુર શાસ્ત્રી શાળામાં બોમ્બની ધમકી મળતા જ ભારે અફડાતફડી સર્જાઈ ગઈ હતી અને તુર્તજ સ્કુલ ખાલી કરાવવામાં આવી હતી.
દિલ્હી પોલીસની બોમ્બ વિરોધી સ્કવોડે સ્કુલની પુરેપુરી તપાસ કરી હતી પરંતુ કોઈ વિસ્ફોટક મળી આવ્યા ન હતા છતાં સાવચેતી રૂપે આજે સ્કુલ બંધ રાખવા જણાવ્યું હતું અને ફરી એક વખત સ્કુલમાં તપાસ શરુ કરાઈ છે. આ સ્કુલમાં બોમ્બ હોવા અંગે એક ધમકીભર્યો ઈમેઈલ મળતા જ તુર્તજ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઈમેઈલમાં જણાવાયું હતું કે સ્કુલમાં બોમ્બ ગોઠવાયા છે અને તે થોડા સમયમાં જ વિસ્ફોટ થશે. પ્રિન્સીપાલે તુર્તજ સ્કુલમાં અભ્યાસ રોકાવી દીધો હતો અને પોલીસને જાણ કરી હતી.