નવી દિલ્હી,તા.21
કેનેડા અને ભારત વચ્ચે ખાલીસ્તાની અને માફીયા ગેંગના મુદે સર્જાયેલા તનાવમાં હવે ઘરઆંગણે કેનેડામાં અસ્તિત્વ ધરાવતી માફીયા ગેંગ પર પંજાબ પોલીસ તુટી પડી છે અને આજે ગોલ્ડી બરાડ ગેંગ પર પુરા પંજાબમાં દરોડા શરુ કરાયા છે તથા તેના ગુંડાઓને ઝડપીને જેલમાં નાંખવાની પ્રક્રિયા શરુ કરાઈ છે.
આજે સવારે જ પંજાબ પોલીસએ ગોલ્ડી બરાડ ગેંગના મથક ગણાતા મોગા, ફિરોઝપુર, તરનતારણ અને અમૃતસરના ગ્રામીણ વિસ્તારોમાં દરોડાનો દૌર શરુ કર્યો હતો અને અનેક ગુંડાઓને ઉંઘતા ઝડપી લીધા હતા.
ગોલ્ડી બરાડ ગેંગ એ કેનેડામાં પણ અસ્તિત્વ ધરાવે છે અને ત્યાંથી તેને મોટી સહાય મળતી હોવાનું માનવામાં આવે છે અને તેથી જ પંજાબ પોલીસની કાર્યવાહી મહત્વની છે.