♦ રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે રૂ।.600 થી 700 કરોડની જરૂરિયાત હોવાથી તબકકાવાર રીતે કામગીરી કરાશે: લોકસભાની ચૂંટણી પહેલા રૂ।.200 કરોડના ખર્ચે બનતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ફલાય ઓવરબ્રીજનું કામ પુરૂ કરવા પ્રયત્ન શરૂ કરાયા: લાલપુર ચોકડી પાસે 65 કરોડના ખર્ચે ફોરલેન ઓવરબ્રીજની કામગીરી ધીમી ગતિમાં
♦ ટ્રાફિકનું મારણ ઘટાડવામાં ઉપયોગી બનનાર ટી.પી.રોડની અમલવારી હવે ટુકમાં જ શરૂ કરાશે અને તેના અસરગ્રસ્તોને આવાસ ફાળવણીમાં અગ્રતા અપાશે: ટી.પી. સ્કીમોની અમલવારી, નવી ટી.પી.ને મંજુરી માટે વધુ પ્રયત્ન કરવા, રિનોવેશનની બંધ કરાયેલી મંજુરીથી મુશ્કેલીમાં મુકાયેલ અસંખ્ય પરિવારોને હયાત બાંધકામ જેટલી રહેણાંક મકાનના રિનોવેશનની મંજુરી ફરી શરૂ કરવા ‘સાંજ સમાચાર’ના સુચનને આવકારતા પદાધિકારીઓ અને શહેર ભાજપ સંગઠ્ઠન
જામનગર,તા.21
જામનગર શહેરનો શોભામાં અભિવૃદ્ધિ કરે તેવા મહત્વાકાંક્ષા રિવટફ્રન્ટ પ્રોજકેટ માટે રાજય સરકારમાંથી વહેલી તકે ગ્રાન્ટની મેળવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવાનું ટીમ ભાજપએ ધરવામાં આવ્યા હોવાનું ટીમ ભાજપએ સાંજ સમાચાર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું.
જામનગર મહાનગર પાલિકાના નવનિયુકત પદાધિકારીઓ સર્વેથી વિનોદભાઈ ખિમસુરીયા (મેયર) કિષ્નાબેન સોઢા (ડેપ્યુટી મેયર) નિલેશભાઈ કગથરા (સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન) આશિષભાઈ જોષી (શાસકપક્ષના નેતા) એડવોકેટ કેતનભાઈ નાખવા (દંડક) તેમજ જામનગર શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઈ ભાટુ પ્રકાશભાઈ વાંભણિયા અને વિજયસિંહ જેઠવા તેમજ મિડિયાસેલના કન્વિનટ ભાગર્વભાઈ ઠાકરની ટીમે સાંજ સમાચાર દૈનિક જામનગર કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી ટીમ ભાજપનું સાંજ સમાચાર પરિવાર વતી બ્યુરો ચીફ ડોલરરાય રાવલે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું. અને મ.ન.પા.ના નવનિયુકત પદાધિકારીઓને તેમના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન વધુને વધુ જનઉપયોગી કામો થાય તેવી શુભેચ્છા આપી હતી.જામનગર મહાનગર પાલિકાના ડ્રીમ પ્રોજેકટ અંગેના પ્રશ્નનો જવાબ આપતા પદાધિકારીઓએ જણાવ્યું હતુ કે ભાજપની સંગઠ્ઠન અને મ.ન.પા.ની ટીમ સંકલનમાં રહીને સતત વિવિધ પ્રોજેકટો માટેની ગ્રાન્ટ મેળવવા, નવા વિકાસકામો કરવા સતત પ્રયત્નશીલ છીએ.આગલી ટીમે પદાઘણું કામ કર્યુ છે.
તેમના સમયમાં શરૂ થયેલા કામો ઝડપથી પુરા થાય તે બાબતને અગ્રતા આપીશું.જામનગરની નાગમતી નદીના કાંઠે રિવરફ્રન્ટ છે રૂ।.500 કરોડના બનાવવોએ અમારો ડ્રીમ પ્રોજેકટ તેઓ પ્રોજેકટ સ્થાનિક કક્ષાએ સૈદ્ધાતિંક મંજુરી આપી દેવાઈ ડે.અને તેના માટે ઝડપથી ગ્રાન્ટ મંજુર થઈ ગયે તે માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ મંત્રી સહિતના મુખ્યમંત્રી ઉચ્ચ સત્તાધિશો સાથે સતત વાટાઘાટો ચાલી રહી છે. આ પ્રોેજેકટ સુધી કોસ્ટલી છે તેથી જેમ જેમ ગ્રાન્ટ આવતી જશે તેમ તબકકાવાર રીતે કામ કરવામાં આવશે. આ પ્રોજેકટ માત્ર જામનગર જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત માટે નાકરાણું વની રહેશે.તેમ મેયર વિનોદભાઈ અને સ્ટે.ચેરમેન નિલેશભાઈએ જણાવ્યું હતું.
ટીમ ભાજપએ વધુમાં જણાવેલ કે સૌરાષ્ટ્રનો સૌથી મોટ ફેલાય ઓવરબ્રીજ જામનગરમાં રૂ।.200 કરોડના ખર્ચે બની રહ્યો છે લગભગ 65 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. અને આશા છે કે એપ્રિલ-2024 સુધીમાં પૂણે થઈ જશે અને પ્રયત્ન એવા હશે કે લોકસભાની આગામી ચૂંટણી પહેલા તેનું લોકાપર્ણ કરવામાં આવે.આ ઉપરાંત લાલપુર ચોકડી નજીક ટ્રાફિકને હળવો કરવા ફોટબેન ઓવરબ્રીજનો પ્રોજેકટ પટ્ટા રૂ।.65 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યો છે.જેમા ઝડપથી પુર્ણ થાય તેવા પ્રયત્નો તંત્ર સાથે સંકળનમાં રહીને કરાશે.વર્ષ પહેલા મંજુર થયેલ ગાંધીનગરથી નવાગામ ઘેડ થઈને આશરે સ્મશાન સુધીના 30 પૈકી 12 મિટરના 3 વર્ષ અગાઉ મંજુર થયેલા ડી.પી. રોડની અમલવારી થઈ નથી તેનું શું? તેવા પ્રશ્નના જવાબમાં ડેપ્યુટી મેયર કિષ્નાબેન સોઢાએ જણાવેલ કે તાજેતરમાં જ કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નર સાથે ચર્ચા કરી હતી. અને જન્માષ્ટમીના તહેવાર બાદ આ મામલે આગળ વધવાનું નકકી થયુ હતું. પરંતુ વરસાદરૂપી વિઘ્નઆવતા થયુ હતું. સપ્તાહે ફેરી રિવ્યબેઠક કરી.કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવશે.
મહામંત્રી મેરામણભાઈ ભાનુએ જણાવેલ કે માનવિય અભિગમ રાખીને કપાતમાં જેના મકાન આવે છે. તેમને આવાસ યોજનામાં પ્રાયોરિટીના નિયમ મુજબ પૈસા લઈને ફલેટ આપવાનું પછા નકકી કરાયું છે. રાજય સરકારે નાના મકાનોમાં રિનોવેશનની મંજુરી બંધ કરી તેથી અસંખ્ય પરિવારો પરેશાન થાય છે. અમુક લોકો હપાત બાંધકામ જેટલું જ નવું બાંધકામ શરૂ કરી ત્યારે ટી.પી.ઓ શાખાના અમુક લેભાગુ કર્મચારી અને આર.ટી.આઈ એકટીવીસના નામે. બ્લેક મેઈલીંગ કરતા ચોકકસ તત્વોની બનેલી લોકોને તેના કપાત બાંધકામ જેટલું બાંધકામ (રહેણાંક હેતુ માટે) કરવાની મંજુરી ફરીનારૂ કરવામાં આવે તે જરૂરી છે.
આ અંગે સંગઠ્ઠન અને સમાધિકારીઓ સંયુકત રીતે રાજય સરકારમાં અસરકારક રજૂઆત કરે તેવુ સાંજ સમાચારે કરેલ સુચન ટીમ ભાજપએ સ્વિકારી તે દિશામાં અટકાટમાં રજુઆત કરવાની યાત્રી આપી હતી. આ ઉપરાંત નવી ટીપીની અમલવારી નવી મંજુરી નવા વિસ્તારોમાં બિલ્ડરો પાસેથી કરાવવામાં થતી પ્રાથમિક સુવિધાને લગતી કામગીરી માટે વિશેષ ધ્યાન આપવાનું સુચન પદાસ્વિકારી તેના અમલનો પ્રયાસ કરવાની દાતનો પદાધિકારીઓએ સ્વિકાર કાર્યો હતો. આ ઉપરાંત શહેરના હિતમાં લેવાતા નિર્ણય, વિકાસ કાર્યો બાબતે મિડિયાની હકારાત્મક ભૂમિકાની અપેક્ષા ટીમે વ્યકત કરી હતી જે મામલે ‘સાંજ સમાચાર’ દ્વારા લોકહીતના કામોમાં તમામ સહયોગની યાત્રી અપાઈ હતી.