વડાપ્રધાનના જન્મદિને જિલ્લા યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્પ

21 September 2023 03:09 PM
Jamnagar
  • વડાપ્રધાનના જન્મદિને જિલ્લા યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્પ
  • વડાપ્રધાનના જન્મદિને જિલ્લા યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્પ

જામનગર તા.21:

દેશના વિકાસને નવી ઉંચાઈએ લઈ જનાર ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનને ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડીયા’ના માધ્યમથી ઉજવી રહેલ છે. પખવાડીયાના શુભારંભ પ્રસંગે જિલ્લામાં ત્રણ સ્થળોએ જિલ્લા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયેલ જેમાં દરેક કેમ્પમાં 3 બોટલ રકત એકત્રીત કરવામાં આવી હતી.

અટલ ભવન જામનગર ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિ.પંચા. ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેક પટવા, પ્રદેશ કારોબારી સભ્યો ડો. વિનોદ ભંડેરી, દિલીપસિંહ ચુડાસમા, ધરમશીભાઈ ચનીયારા, લખધીરસિંહ જાડેજા, ભરતભાઈ બોરસદીયા, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, યુવા મોરચા પ્રમુખ ભુમિત ડોબરીયા તથા મહામંત્રીઓ આશીષભાઈ પરમાર, ગીરીરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા 77-જામનગર વિધાનસભા વિસ્તારના કુપોષિત બાળકોને કીટ આપવાનું જાહેર કર્યું હતું.

કાલાવડ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા મહામંત્રી અભિષેકભાઈ પટવા, તાલુકા પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, અગ્રણીઓ ગાંડુભાઈ ડાંગરીયા, પી. ડી. જાડેજા, છગનભાઈ સોરઠીયા, મહેશભાઈ સાવલીયા, જિલ્લા યુવા પ્રમુખ ભૂમિત ડોબરીયા, હિતેષ તાળા સહિત આગેવાનો ઉપસ્થિત રહેલ. જામજોધપુર ખાતે આયોજિત કેમ્પમાં પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ શાપરીયા, જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ જે. ટી. ડોડીયા, અગ્રણીઓ ખુશાલ જાવીયા, ભરતભાઈ અકબરી, રાજુભાઈ મહેતા ઉપસ્થિત રહેલ.

ઉલ્લેખનિય છે કે જિલ્લા ભાજપ આયોજિત રકતદાન કેમ્પમાં કાર્યકરો, હોદેદારો અને શુભેચ્છકોએ રક્તદાન કરી, પ્રધાનમંત્રીને જન્મદિનની શુભકામનાઓ પાઠવેલ. દરેક રક્તદાતાઓને સાંસદ પૂનમબેન તરફથી ઘડીયાલ યાદગીરી સ્વરૂપે આપવામાં આવેલ. જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ સૌ રક્તદાતાઓને બીરદાવેલ અને ’સેવા હી સંગઠન’ ના સુત્રને કાર્યકરોએ સાર્થક બનાવેલ હોવાનું જણાવેલ તેમ જિલ્લા મીડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની યાદી જણાવે છે.


Advertisement
Advertisement
Advertisement