ગ્લોબલ વોર્મિંગ પર મળેલા સંમેલનમાં સૌથી વધુ ઉત્સર્જન કરતા દેશો જ ગેરહાજર!

21 September 2023 03:11 PM
India World
  • ગ્લોબલ વોર્મિંગ પર મળેલા સંમેલનમાં સૌથી વધુ ઉત્સર્જન કરતા દેશો જ ગેરહાજર!

♦ સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘને ઝટકો

♦ અમેરિકા, ચીન, ફ્રાન્સ અને ભારતના પણ પ્રતિનિધિઓ સંમેલનમાં ગાયબ!

ન્યુયોર્ક (અમેરિકા) તા.21
જલવાયુ પરિવર્તન (ગ્લોબલ વોર્મીંગ) મુદે સંયુક્ત રાષ્ટ્રે બોલાવેલા શિખર સંમેલનમાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરતા દેશોના નેતા જ ગાયબ રહ્યા હતા. આ અંગેની વિગત મુજબ આ સંમેલન એવા સમયે યોજાયુ હતું જયારે દુનિયા પર જલવાયુ પરિવર્તનની ગંભીર અસર જોવા મળી રહી છે અને દર વર્ષે ગરમી વધી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચીવ એન્ટોનિયો ગુટેરસની અધ્યક્ષતામાં યોજાયેલા આ શિખર સંમેલનમાં જીવાશ્મ ઈંધણ (પેટ્રોલ-ડિઝલ વગેરે) પર તબકકાવાર રોક લગાવવા અને નવી કરણીય ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાની અપીલ કરાઈ હતી. જો કે આ સંમેલનમાં મુખ્ય કાર્બન ઉત્સર્જક દેશો અમેરિકા, ચીન, બ્રિટન, જાપાન, ફ્રાંસ અને ભારતના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. મુખ્ય કાર્બન ઉત્સર્જક દેશમાંથી માત્ર યુરોપીય યુનિયનના નેતાઓ જ સંમેલનમાં હાજર રહ્યા હતા.

શિખર સંમેલન પહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસચીવે પોતાના એકસેલેરેશન એજેન્ડાનું અનાવરણ કરાયું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર કામ કરનારાઓને જ સંમેલનમાં ભાગ લેવાની મંજુરી મળશે. આ બેઠકમાં દરેક દેશના પ્રતિનિધિઓએ જીવાશ્મ ઈંધણને તબકકાવાર સમાપ્ત કરવા પર જોર આપ્યું હતું. યુરોપીય યુનિયન સંઘ આયોગની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેટ લેયન, જર્મન ચાન્સેલર વગેરેએ જીવાશ્મ ઈંધણ પર રોકની માંગ કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement