જામનગર,તા.21,
જામનગર જિલ્લામાં અપમૃત્યુનો આજે વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જ્યા નહેરમાં પડી ગયા બાદ જામનગર તાલુકાના દોઢિયા ગામના ભરવાડ યુવાનને સારવારમાં દમ તોડી દીધો હતો. આ મામલે પોલીસને જાણ કરાયા બાદ પોલીસે તપાસ આગળ ધપાવી છે.
જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતા ધીરાભાઈ લીંબાભાઇ ટોયેટા (ઉ.વ 45) પોતાની વાડી હતા. આ દરમિયાન નહેરના કાંઠેથી પસાર થઇ રહ્યો હતો. જે વેળાએ કોઈ કારણસર અકસ્માતે પડી ગયો હતો, જ્યા બેભાન હાલત થઈ હતી. જે અંગે આજુબાજુના લોકોને જાણ થતા તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,
જોકે સારવાર મળે તે પહેલા યુવાને જી.જી. હોસ્પિટલ બિછાને મોત આખરી શ્વાસ ખેંચતા ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ મંગાભાઈ લીંબાભાઈએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.