ધ્રાંગધ્રાની હત્યાનાં બનાવમાં મુખ્ય આરોપી ઇકબાલ મંડલી સામે કાર્યવાહી કરવા રજુઆત

21 September 2023 03:18 PM
Surendaranagar
  • ધ્રાંગધ્રાની હત્યાનાં બનાવમાં મુખ્ય આરોપી ઇકબાલ મંડલી સામે કાર્યવાહી કરવા રજુઆત
  • ધ્રાંગધ્રાની હત્યાનાં બનાવમાં મુખ્ય આરોપી ઇકબાલ મંડલી સામે કાર્યવાહી કરવા રજુઆત
  • ધ્રાંગધ્રાની હત્યાનાં બનાવમાં મુખ્ય આરોપી ઇકબાલ મંડલી સામે કાર્યવાહી કરવા રજુઆત

ધ્રાંગધ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.21 : હાલે ધ્રાંગધ્રા સીટીમાં એક ભરબજારે હત્યાનો બનાવ બનેલ છે જેની ફરીયાદ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ગુના રજી. નં. 43ર/2023થી એફ.આઇ.આર. દાખલ થયેલ છે. જે ફરીયાદની અંદર મુળ ફરીયાદીએ એવી હકીકત જણાવી કે મુખ્ય આરોપી તોફીક કાદર મુસલમાનને એકટીવામાં બેસાડી અને હત્યામાં ષડયંત્ર રચનાર ઇકબાલ મંડલી રહે. ફુલગલી, ધ્રાંગધ્રાવાળા મદદ કરેલ. અને મેઇન સુત્રધાર તરીકે ઇકબાલ મંડલી જ હતા. અને આ બનાવ અગાઉ બે દિવસ પહેલા પણ મરણ જનારને આ બંને આરોપી એટલે કે તોફીકભાઇ કાદરભાઇ અને ઇકબાલ મંડલી રહે. ફુલગલી ધ્રાંગધ્રાવાળા સાથે ઝગડો થયેલ અને ઘરમાં આ બંને આરોપીને તોડફોડ કરેલ

અને ત્યારે અફઝલ પણ આવેલ અને પોલીસ આવતા આ અફઝલને લઇ ગયેલ અને આ બંને આરોપી ભાગી ગયેલા તેમજ એક માસ અગાઉ આ મૃતકને મારવા માટે ઇકબાલ મહેબુબભાઇ મંડલી અને આરોપી તોફીક રહેમાન તેમજ અફઝલ મારવા આવેલ અને મારી નાખવાના ઇરાદે છરી પણ કાઢેલ ત્યારે તે જગ્યાએ ઇલીયાસ બાબુભાઇ ફકીર, એઝાઝ ઘાંચી અને દાનીશ સલીમભાઇ હાજર હોય અને હત્યાનો બનાવ અટકાવેલ અને ત્યારે ત્યાં પોલીસ આવી જતા પોલીસે આ ઇકબાલ મહેબુબ મંડલી ઉપર ગુનાહીત કામ માટે છરી રાખતો હોય તે મુજબનો કેસ કરેલ અને આ બાબતની મુળ ફરીયાદી સરકારી હોસ્પિટલની અંદર પોલીસને આ બાબતની હકકીત પોલીસને જણાવેલ તેમજ સીટી પોલીસ સ્ટેશનની અંદર પણ આ બાબતે હત્યાના

બનાવ અંગે જાણ કરેલ પરંતુ પીઆઇ કે પોલીસ અધિકારીઓએ હકીકતને ધ્યાને લીધેલ નહીં તેમજ આ બનાવ સ્થળની આજુબાજુમાં જે જે સીસીટીવી છે તે સીસીટીવી કબ્જે કરી તેમજ મોબાઇલ લોકેશન ન મેળવી આરોપી ઇકબાલ મંડલીને અલગ રીતે મદદ કરી આરોપી તરીકે જોડેલ નથી જેથી આ કામમાં ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 43ર/2023 આઇ.પી.સી. કલમ 30ર વિ.ના કામમાં પુરતી તપાસ કરી આરોપી નં.ર તરીકે અને ષડયંત્ર રચનાર તરીકે ઇકબાલ મંડલી રહે. ફુલગલી, ધ્રાંગધ્રા વાળાને જોડવા માટે રજુઆત છે. તેમજ પુરતી તપાસ કરી અને આરોપી તરીકે જોડવામાં નહીં આવે તો એક જનઆંદોલન કરીશુ. જેની તમામ જવાબદારી પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીની રહેશે તેમ આવેદનમાં જણાવાયું હતું.


Advertisement
Advertisement
Advertisement