મુંબઈ,તા.20
એક જમાનો હતો જયારે સિનેમા હોલ પર નવી ફિલ્મોને સમાંતર જૂની ફિલ્મો પર મોર્નીંગ શો કે મેટીની શો કે સ્પેશ્યલ શો કે કયારેક રનીંગ ત્રણ શોમાં જોવા મળતી હતી. એ જમાનાની નવી પેઢીને જુની ફિલ્મો મોટા પરદે જોવાનો લ્હાવો મળતો હતો.પરંતુ 80-90 ના દાયકામાં વિડીયોનુ આગમન ત્યારપછી ટીવી ચેનલો પર ફિલ્મોનાં પ્રસારણ અને સસ્તા દરે ડીવીડી-પેનડ્રાઈવમાં ફિલ્મો ઉપલબ્ધ થઈ જવાથી થિયેટરો જ બંધ થઈ ગયા હતા.
મલ્ટી પ્લેકસમાં જુની ફિલ્મોનો રિ-રિલીઝનો ટ્રેંડ નહોતો. પરંતુ કેટલાંક દિવસો પહેલા અમિતાભ બચ્ચન, દિલિપકુમારની જુની ફિલ્મો રિસ્ટોર કરી મોટા પરદે થયેલી રજુઆને આવકાર મળતો હવે જુની કલાસીક ફિલ્મોને બિગ સ્ક્રીન પર રિલીઝ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.
નવી પેઢીને જુની કલાસીક ફિલ્મોનો અનેરો અનુભવ કરાવે છે. જયારે જુની પેઢીના લોકોને ઓસ્ટેજીક અનુભુતી કરાવે છે. આગામી દિવસોમાં એટલે કે 23-24 સપ્ટેમ્બરે દેવઆનંદની જન્મ શતાબ્દિએ દેશમાં દેવઆનંદની ચાર કલાસીક સુપરહીટ ફિલ્મો ગાઈડ-જોની મેરા નામ, સીઆઈડી, જેવલથીફ મોટા પરદે રજુ થઈ રહી છે.
આ અંગે ફિલ્મ હેરીટેજ ફાઉન્ડેશનનાં ડાયરેકટર શિવેન્દ્રસિંહ ડુંગરપુર કહે છે-જયારે હું દેવઆનંદની ફિલ્મોનાં ફેસ્ટીવલમાં હાજર રહેવા વહીદા રહેમાનને આમંત્રણ આપવા ગયો ત્યારે તેમને એ જાણીને આશ્ચર્યનો આંચકો લાગ્યો હતો કે લોકોમાં આજે પણ આ કલાસીક ફિલ્મો પ્રત્યે ક્રેઝ છે. તે માનવા તૈયાર નહોતા કે આ રિ રિલીઝ થનારી ફિલ્મોની ટિકીટ વેંચાઈ ગઈ હતી.
આ સફળતાને પગલે આવનારા દિવસોમાં અન્ય કલાસીક કે સુપરહીટ ફિલ્મોની મોટા પરદે રિ રિલીઝ થઈ રહી છે. કમલ હાસનની 1987 ના વર્ષની કલાસીક ફિલ્મ ‘પુષ્પક’ ટુંક સમયમાં થિયેટરોમાં રજુ થશે. ડિસ્ટ્રીબ્યુટરોએ જણાવ્યુ હતું કે ગત વર્ષે કેટલીક ફિલ્મો એકટરનાં જન્મ દિવસે કે ફિલ્મની રિલીઝની એનીવર્સરીએ રિ-રિલીઝ થઈ હતી.
આ ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની ‘ડોન’, ‘દિવાર’, સહિતની ફિલ્મો દિલીપકુમારની ‘દેવદાસ’, સહિતની ફિલ્મો અને શાહરૂખખાનની ‘દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.