જામનગર તા.21:
જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ માટેની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં શિક્ષિત પદાધિકારીઓ જામનગરને મળ્યા છે. નવનિયુક્ત મેયર એસવાય બીએ, ડે.મેયર એમ.એ., શાસકપક્ષ નેતા બીએ તથા એઓસીપી (આઇટીઆઇ) તેમજ દંડક બીકોમ-એલએલબી સુધીના અભ્યાસ પદવી ધરાવે છે.
જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર વિનોદભાઇ એન. ખિમસુરીયાનો જન્મ તા. 19- 7-1971ના રોજ થયો છે. હાલમાં તેઓ વોર્ડ નં. 16ના કોર્પોરેટર છે. તેઓ વર્ષ 1998માં ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય સભ્ય તરીકે જોડાયા હતાં. ત્યારબાદ વોર્ડ અનુ મોરચો મંત્રી, વોર્ડ મંત્રી, શહેર યુવા મોરચના મંત્રી શહેર સંગઠનમાં શહેર મંત્રી, જામનગર મહાનગર શહેર ઉપાધ્યક્ષ તેમજ વર્ષ 2021-23 સુધી સ્ટે. કમિટીના સભ્યની જવાબદારી સંભાળી ચૂકયા છે. એસવાય બીએ સુધીના અભ્યાસ કરેલા વિનોદભાઇ વ્યવસાયએ સિવિલ વર્ક સાથે સંકળાયેલા છે. તેમજ વર્ષ 2001-2005 સુધી જામનગર જિલ્લા યુવા દલિત સમાજ પ્રમુખ તથા 2005 થી 2008 સુધી જામનગર જિલ્લા દલિત સમાજ પ્રમુખ પણ રહી ચૂકયા છે અને જામનગર જિલ્લા પ્રથમ દલિત સમાજની 2013માં વૃંદાવન પાર્ક સોસાયટીનું આયોજન કર્યું હતું. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, સમુહ લગ્ન વિદ્યાર્થી સન્માન, વડીલોની જાત્રા સહિતની સામાજિક પ્રવૃત્તિઓ પણ કરાવી રહ્યા છે.
જા મ ન ગ ર મહાનગરપાલિકાના નવનિયુક્ત ડે.મેયર ક્રિષ્નાબેન કમલેશભાઇ સોઢાનો જન્મ તા. 17- 3-1970ના રોજ થયો છે. હાલમાં તેઓ વોર્ડ નં. 10ના કોર્પોરેટર છે. આ ઉપરાંત તેઓ જામનગર મહાનગર મહિલા મોરચોના મહામંત્રી, વર્ષ 2021થી 2023 સ્ટે. કમિટી સભ્ય પણ રહી ચૂકયા છે. ગુજરાત યુનિ.માંથી બીએએમએનો અભ્યાસ કરી ચૂકેલા ક્રિષ્નાબેન વર્ષ 2015થી 2020માં પણ કોર્પોરેટર તરીકે વિજય મેળવી બીજી ટર્મમાં કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત સ્ટે. કમિટી ચેરમેન નિલેશ બિપીનચંદ્ર કગથરાનો જન્મ તા. 3-4-1972ના રોજ થયો છે. તેઓ હાલમાં વોર્ડ નં. 9ના કોર્પોરેટર છે. ક્ધટ્રકશન, ડેકોરેટીવ, લાઇટીંગ શો-રુમ તથા લેન્ડ ડેવલોપર્સના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશ કગથરા બેડી ગેઇટ, રામ મંદિર સામે પૂર્તિ ઇલેકટ્રીકલ્સનો વ્યવસાય ધરાવે છે. તેમજ વર્ષ 2010થી 2015 વોર્ડ નં. 5ના કોર્પોરેટર તથા સ્ટે. કમિટીના સભ્ય, 2013થી 2015 દરમિયાન શાસકપક્ષના દંડક તથા સ્ટે. કમિટી સભ્ય, વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં 79 વિધાનસભા ચૂંટણી સહઇન્ચાર્જ સહિતની જવાબદારી સંભાળી ચૂકયા છે. તેમજ જામનગર સેન્ટ્રલ ક્ધઝયુમર્સ કો.ઓપરેટીવ સોસાયટી (અપના બજાર)ના ડાયરેકટર, જામનગર ઇલેકટ્રીક કોન્ટ્રાકટર્સ ડિલર એસો.ના પ્રમુખ, જૈન શાસન સુરક્ષા સમિતિ જામનગરના પ્રમુખ, સમસ્ત જૈન યુવા સંગઠન, જામનગરના પ્રમુખ, તથા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત વિજળી કોન્ટ્રાકટર મંડળ અમદાવાદ, સમસ્ત જૈન સમાજ જામનગર અને વિશ્ર્વ વણિક સામાજિક સંગઠન અમદાવાદના કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે.
જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત શાસકપક્ષના નેતા આશિષ મનુભાઇ જોશીનો જન્મ તા. 8-4-1978ના રોજ થયો છે. તેઓ બી.એ. અને એઓસીપી (આઇટીઆઇ)ની ડિગ્રી ધરાવે છે. ભાજપામાંથી વોર્ડ નં. 5માં પ્રથમ વખત ટિકિટ મેળવી કોર્પોરેટર તરીકેની પ્રથમ ટ્રમમાં જવાબદારી સંભાળી રહ્યા છે. હાલમાં જામનગર શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ)ના પ્રમુખ તરીકે છેલ્લી બે ટર્મથી સેવા આપી રહ્યાં છે. વિશ્ર્વાસ ગ્રુપના પ્રમુખ સ્થાને વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, મહાપુરુષોની જન્મ જયંતિ નિમિતે વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ રેલી, શહીદોને શ્રધ્ધાંજલિ, કુદરતી આફત સમયે જરુરીયાત મંદોને ફૂડ પેકેટ વિતરણ, બ્રહ્મસમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ, નવરાત્રિમાં બ્રહ્મસમાજ પરિવાર માટે દાંડીયા રાસ, બ્રાહ્મણ પરિવારના દિકરા-દિકરીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ વિતરણ તથા પરિચય મેળા સહિતના આયોજનો કરે છે. તેમજ વર્ષ 1999થી સમયાંતરે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરે છે.
જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત દંડક કેતન જયંતિભાઇ નાખવાનો જન્મ તા. 25-12-1979ના રોજ થયો છે. તેઓ બીકોમ એલએલબીની ડિગ્રી ધરાવે છે અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ 1995માં ભાજપામાં કાર્યકર્તા તરીકે પ્રવેશ મેળવી 1998માં વોર્ડ ઉપપ્રમુખ, વર્ષ 2000માં જામનગર શહેર ભાજપ લિગલ સેલ સહક્ધવીનર, વર્ષ 2009માં ભાજપા યુવા મોરચા શહેર મહામંત્રી, વર્ષ 2010થી 2015માં વોર્ડ નં. 17ના કોર્પોરેટર તથા સ્ટે. કમિટીના સભ્ય, વર્ષ 2015થી 2020માં વોર્ડ નં. 13ના કોર્પોરેટર અને સ્ટે. કમિટી સભ્ય તથા વર્ષ 2021થી 2025માં વોર્ડ નં. 13માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. ભાજપામાં વિવિધ જવાબદારીઓ સંભાળવાની સાથે સામાન્ય પ્રજા માટે નિ:શૂલ્ક આરોગ્ય સુવિધા અર્થે માનવતા ક્લિનિક કાર્યરત કરાવ્યું છે.