પશ્ચિમ રેલવે ધ્રાંગધ્રા જંકશનમાં રામ રાજ્ય અને પ્રજા સુખી તેમ ચાલી રહ્યું છે

21 September 2023 03:31 PM
Surendaranagar
  • પશ્ચિમ રેલવે ધ્રાંગધ્રા જંકશનમાં રામ રાજ્ય અને પ્રજા સુખી તેમ ચાલી રહ્યું છે
  • પશ્ચિમ રેલવે ધ્રાંગધ્રા જંકશનમાં રામ રાજ્ય અને પ્રજા સુખી તેમ ચાલી રહ્યું છે

ધ્રાંગધ્રા રેલવે જંકશનના પ્લેટફોર્મ પર આરપીએફના થાણા પાસેથી બેફામ રીતે નીકળતા બાઈક ચાલકો

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.21 : ધ્રાંગધ્રા પ્રાપ્ત માહિતી મુજબ તારીખ.20-09 ના રોજ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન આઇપીએફ દ્વારા રેલવેના પાટા ક્રોસિંગ કરતા તેમજ રેલવે ટીકીટ ચેક કરવા જેવા બહાના કાઢી પહોંચ આપ્યા વગર આઇપીએફ દ્વારા ધ્રાંગધ્રા ના નાગરિક અને રેલવે પેસેન્જર ને લુંટવામાં આવેલ હોવાની ચર્ચા વાયુ-વેગે ફેલાઇ છે, પશ્ચિમ રેલવે ધ્રાંગધ્રાના પ્લેટફોર્મ પર પશું તેમજ બાઇક ચાલક નો આતંક ક્યાં છે ધ્રાંગધ્રા આઇપીએફ જ્યારે ટ્રેન આવે ત્યારે જ પેસેન્જર ના તોડ કરવા બહાર આવે છે, તેમ વાયરલ વિડીયો જોતાજ દેખાઈ રહ્યું છે,

આડેધડ ધ્રાંગધ્રા રેલવે જંકશનના પ્લેટફોર્મ પર પશું તેમજ બાઇક દોડાવાય છે, ત્યારે આ આઇપીએફ ક્યાં જાય છે, કે પછી પોતાની કામગીરી બતાવવા માત્ર ને માત્ર રેલવે ના પેસેન્જરને નજરે પડે છે, ધ્રાંગધ્રા શહેરમાં તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના વોટ્સએપ ગૃપ માં જે વિડિયો દેખાય છે તે જોતાં ફલિત થાય છે કે આ ધ્રાંગધ્રા રેલવે બલના જવાનને માત્ર ને માત્ર પોતાની કામગીરી બતાવવા રેલવેના પેસેન્જર હાથમાં આવે છે, બાકી ચોવીસ કલાક પશ્ચિમ રેલવે ધ્રાંગધ્રા જંકશન રામ ભરોસે ચાલે છે, આમ તો ધ્રાંગધ્રાના આઇપીએફને કોઈ નિયમો લાગુ પડતા નથી, એટલું જ નહીં આ આઇપીએફને અહીં વર્દી પણ પહેરવાની જરૂર નથી.?

પશુ તથા બાઇક ચાલક આરપીએફ થાણા ની બાજુમાંથી પસાર થાય છે, એટલું જ નહીં પણ આ બાઇક ચાલક આરપીએફના થાણા પાસે થી પસાર થતી વખતે આઇપીએફ પણ જોતા હોય છે, પણ ધ્રાંગધ્રા આઇપીએફને રેલવે ના પેસેન્જર માત્ર નજરે પડે છે તેમજ આઇપીએફ દ્વારા ધ્રાંગધ્રા જંકશન પરના રેલવે પાટા ક્રોસિંગ કરતા બે ત્રણ પેસેન્જરને પકડી પોતાના જાણીતા માણસોને જવા દીધા હતા જેનું કારણ છે કે આરપીએફના જ કર્મચારીઓ આ પેસેન્જર ને તેમની સાથે આવવા નું કીધું હતું

જેમ માછલી પકડવા ની જાળ પાણીમાં નાખી હોય તેમ એક બીજા આરપીએફના જ જવાન નોએ મદદ કરી રેલવેના પેસેન્જરોનો તોડ કરવા નું બહાર આવેલ છે, આથી એક ને ગોળ બીજા ને ખોળ જેમ આ ધ્રાંગધ્રા આઇપીએફ પોતાની મનમાની ચલાવતા હોય તેમ ધ્રાંગધ્રા શહેરમાં આરપીએફ સામે ધ્રાંગધ્રા ની પ્રજાએ આંગળી ચીંધી છે, ખરેખર તો આ ધ્રાંગધ્રા જંકશનના છેલ્લા બે મહિનાના સીસીટીવી કેમેરા જોવામાં આવે તો ધ્રાંગધ્રા જંકશનના આઇપીએફ ના ભ્રષ્ટાચાર ફલિત થાય તેમ છે


Advertisement
Advertisement
Advertisement