(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.21 : અંબાજી ધામમાં ભાદરવી પુનમના મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અંબાજી માતાજીના શિખરે વઢવાણ પગપાળા સંઘની ઇલેકટ્રીક રોશનીયુકત ધ્વજા સૌપ્રથમવાર ચડશે. વઢવાણના જય અંબે પગપાળા સંઘના માઇભકતોએ 32 ફુટ વિશાળ સાયલન્સવાળી ધજા બનાવી છે. આ ધ્વજા ભાદરવી ચૌદશ અને પુનમની રાત્રે શિખર પર ફરકશે. વઢવાણનગરમાંથી વર્ષોથી પગપાળા સંઘો અંબાજી માતાના દરબારમાં પહોંચે છે. જેમાં વઢવાણ જય અંબે પગપાળા સંઘના લાખુભા ડોડીયા, પ્રવીણસિંહ ભરતભાઇ વાળા, ખુમાનસંગભાઇની આગેવાની સંઘ રવાના થાય છે. આ પગપાળા સંઘ દ્વારા અંબાજી માતાનો ઇલેકટ્રીક રથ બનાવયો છે. આ રથ ખેંચયા વગર બેટરીથી ડુંગર ચડે છે. આ વર્ષે ભાઇભકતો 32 ફુટ વિશાળ ઇલેકટ્રીક ધ્વજા બનાવી છે.