સાયલા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અને વાહન અટકાવવાની ઝુંબેશ અંતર્ગત રૂ. 21,90,000 મુદામાલ સીઝ કરાયો

21 September 2023 03:34 PM
Surendaranagar
  • સાયલા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અને વાહન અટકાવવાની ઝુંબેશ અંતર્ગત રૂ. 21,90,000  મુદામાલ સીઝ કરાયો

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.21 : સાયલા મામલતદારની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે, જિલ્લા કલેકટર, કે.સી.સંપટ, લિંબડી પ્રાંત અધિકારી યોગીરાજસિંહ જાડેજાની સુચના અનુસાર સાયલા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અને વહન થતુ અટકાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 03/09 ના રોજ રાત્રિના 12:05 કલાકે સાયલા મામલતદારશ્રી એસ.એ.હેરમા તથા સ્ટાફે સાયલા-લીંબડી હાઇવે, શ્રીજી હોટેલ પાસે રોડ પર વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. જે ચેકીંગ અંતર્ગત GJ -13-અ ઠ-9544 નંબરના ટ્રકમાં ભરેલ જથ્થાની ખાત્રી કરતા

તેમજ ડ્રાયવરને પુછપરછ કરતા બ્લેક ટ્રેપ ખનીજ ભરેલ હોવાનું જાણવા મળ્યું હતું. ખનીજ અંગેના રોયલ્ટી પાસ રજુ કરવાનું જણાવતા રોયલ્ટી પાસ કે વજન કાંટા ચિઠ્ઠી રજુ કરવામાં આવી નથી. ટ્રકમાં આશરે 38 ટન વજન ભરેલો હતો. ટ્રકમાં ભરેલ બ્લેકટ્રેપનો જથ્થો રોયલ્ટી વગરનો જાહેર થતા આ જથ્થાના પ્રતિ ટન રૂ. 5,000 લેખે કુલ કિંમત રૂ. 1,90,000 તથા ટ્રકની અંદાજીત કિમંત રૂ. 20,00,000 અંકે વીસ લાખ પુરા મળી એકંદર કિંમત રૂ.21,90,000 અંકે એકવીસ લાખ નેવુ હજાર પુરાનો મુદામાલ સીઝ કરી સક્ષમ ઓથોરીટી દ્વારા નિર્ણય ન થાય ત્યાં સુધી સરકાર વતી સુરક્ષિત સાચવી રાખવા માટે ટ્રકની ચાવી સાથે પી.એસ.આઇ. સાયલાને સોંપવામાં આવ્યો છે


Advertisement
Advertisement
Advertisement