તરણેતરના મેળામાં માહિતી વિભાગ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો : બારોટ એન્ડ ગ્રુપની સાહિત્ય અને ભજનની રંગત જમાવી

21 September 2023 03:36 PM
Surendaranagar
  • તરણેતરના મેળામાં માહિતી વિભાગ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો : બારોટ એન્ડ ગ્રુપની સાહિત્ય અને ભજનની રંગત જમાવી
  • તરણેતરના મેળામાં માહિતી વિભાગ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો : બારોટ એન્ડ ગ્રુપની સાહિત્ય અને ભજનની રંગત જમાવી

(ફારૂક ચૌહાણ)વઢવાણ, તા.21 : સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર લોકમેળાના બીજા દિવસે માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં પાટડી તાલુકાના વણોદ ગામના કલાકાર સુશ્રી મનીષા બારોટ અને સાથી કલાકાર વૃંદ દ્વારા સાહિત્ય અને ભજનની સુંદર પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી, જે સાંભળી વિશાળ જનમેદની રસ તરબોળ થઈ ગઈ હતી. મનીષા બારોટે તરણેતરના મેળા સાથે સંકળાયેલા ગીતો રજૂ કર્યા હતા.

ત્યારબાદ લોકગીતોની રમઝટ બોલાવી હતી. ભગવાન શંકર, ભગવાન દ્વારકાધીશ, મા મોગલ, મા શક્તિની આરાધના કરતા ગીતો રજૂ કર્યા હતા. દેશભક્તિના ગીતોએ ઉપસ્થિત જનોમાં અનેરુ આકર્ષણ જન્માવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા ભવાઈ, ડાયરા,

કથા-કિર્તન સહિતના પરંપરાગત સમૂહ માધ્યમના સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ જન જાગૃત્તિની બાબતો, યોજનાકીય બાબતોનો ગ્રામ્ય સ્તરે અસરકારક પ્રચાર કરવા આ પ્રકારનાં કાર્યક્રમો અને સહાય આપવામાં આવે છે. તરણેતરના લોકમેળામાં પણ માહિતી વિભાગ દ્વારા પ્રતિ વર્ષ લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે. આ લોકડાયરામાં ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર, થાનગઢ મામલતદાર અરુણ શર્મા, માહિતી કચેરીના કર્મચારીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી.


Advertisement
Advertisement
Advertisement