મુળીના સુમતિનાથ જિનાલયે મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી

21 September 2023 03:37 PM
Surendaranagar
  • મુળીના સુમતિનાથ જિનાલયે મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.21 : મુળી ગામે આવેલ સુમતિનાથજી જિનાલયે મહાવીર જયંતીની દબદબાભેર ઉજવણી કરાઇ હતી. વહેલી સવારથી જ જૈન સમાજનાં લોકો દર્શન પૂજા આરતી સહિત વિવિધ કાર્યક્રમ વચ્ચે બહેનોએ મહાવીર જીવનનો મહિમા વર્ણવતા ગીતો ગાતા ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી નો જયધોષ બોલાવેલ હતો.પ્રભુજીને અવનવી આંગી રચવામાં આવેલ. અહિંસા પરમો ધર્મનાં ઉપદેશક પ્રભુ મહાવીરનાં દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.


Advertisement
Advertisement
Advertisement