જામનગર શહેરનો મુખ્ય બ્રીજ ગણાતો એવો સુભાષ બ્રીજ માર્ગ પર ની ગ્રીલ જોખમી બની ગઇ છે. આ બ્રીજ માર્ગ પર ગ્રીલ જે રાહદારીઓ અને વાહનચાલકો માટે એક મોટો અકસ્માત થવાની શક્યતા દેખાઇ રહી છે. તેમજ આ સુભાષ બ્રીજ માર્ગ પર ની ગ્રીલ બ્યુટીફીકેશન ના લીરા ઉડી રહ્યા છે. જામનગર શહેર ની આબરૂનું ધોવાણ થઇ રહ્યું હોવા છતાં જામનગર મહાનગરપાલિકા કુંભકર્ણ ની નિંદ્રામાં પોઢી રહ્યું છે. જામનગર શહેરના સુભાષબ્રીજ પર માર્ગ ની વચ્ચે મહાનગરપાલિકા દ્વારા ગ્રીલ નાખવામાં આવી હતી. પરંતુ કામગીરી થયા બાદ જાળવણીમાં બેદરકારીની મહાપાલિકાની પરંપરા યથાવત રહી છે.
આથી આ માર્ગ પર ની મોટાભાગની ગ્રીલ ગાયબ થઇ ગઇ છે અને અમુક ગ્રીલ રોડ ની બને બાજુ આવી ગઈ છે જે એક મોટો અકસ્માત થવાની શક્યતા દેખાઇ રહી છે. તેમજ વળી વચ્ચે ઘાસ ઉગી નીકળ્યું છે. આથી બ્યુટીફીકેશનના લીરા ઉડી રહ્યા છે. ગુલાબનગરના પ્રવેશ દ્વાર થી બહાર થી આવતા લોકો આ માર્ગ પ રથી પસાર થતા હોય માર્ગ પર ની ગ્રીલ ગાયબ હોય જામનગર શહેરની આબરૂનું ધોવાણ થઇ રહયું છે.