ચોટીલા જૂના બસસ્ટેશન સામે શક્તિ ક્રુપા ફરસાણની દુકાન સાથે એસટી બસે અકસ્માત સર્જયો

21 September 2023 03:39 PM
Surendaranagar
  • ચોટીલા જૂના બસસ્ટેશન સામે શક્તિ ક્રુપા ફરસાણની દુકાન સાથે એસટી બસે અકસ્માત સર્જયો
  • ચોટીલા જૂના બસસ્ટેશન સામે શક્તિ ક્રુપા ફરસાણની દુકાન સાથે એસટી બસે અકસ્માત સર્જયો

વઢવાણ, તા.21 : ચોટીલામાં જૂના બસસ્ટેશન પાસે થયો અકસ્માત શક્તિ ક્રુપા ફરસાણની દુકાનના પતરા સાથે અથડાઈ બસ બ્રેક બરાબર લાગતી ન હોવાથી બસને રિપેરિંગ માટે લઈ જવાઈ હતી રિપેરિંગ બાદ બ્રેકનું ટેસ્ટિંગ કરવા જતા સર્જાયો અકસ્માત ટર્ન લેવા જતાં બ્રેક ન લાગતાં ડ્રાઈવરે ગુમાવ્યો કાબૂ સદનસીબે કોઈ જાનહાનિ નહીં જાણવાં મળતી વિગત પ્રમાણે એસટી બસ તરણેતરના મેળામાંથી આવી હતી અને બસમાં બ્રેક માં ખામી હોવાથી ચોટીલા ડેપોમાં રીપેરીંગ કરાવવામાં આવી હતી ત્યાર બાદ બસની બ્રેક બરોબર લાગે છે કે કેમ તે બાબતે બસની ટેસ્ટીગ કરવામાં માટે જૂના બસસ્ટેશન તરફ ડ્રાઈવર દ્વારા લઇ જવામાં આવી હતી ત્યારબાદ બસને જૂના બસસ્ટેશન માંથી બહાર કાઢતી સમયે મોટો ટન લેવામાં બસમાં બ્રેક ન લાગી હોવાથી બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સાથે આવેલી શક્તિ ફરસાણની દુકાન સાથે બસ અથડાતાં ઘડીક વાર અફડાતફડી જોવા મળી હતી. ત્યાં હાજર રહેલા દુકાનદાર તેમજ લોકો ત્યાંથી દૂર ખસી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. તેમજ આ અકસ્માત દરમિયાન સદનસીબે કોઇ ને ઈજાઓ પહોંચી ન હતી..


Advertisement
Advertisement
Advertisement