કારાબાખ,તા.21
રશિયા-યુક્રેન બાદ વધુ બે દેશો વચ્ચે યુદ્ધ છેેડાયું છે. એક સમયે સોવિયેત યુનિયનના ભાગ ઐઝરબેજાને ફરી ઓર્મેનિયાના નિયંત્રણ વાળા કારાબાખમાં ઝડપી હુમલા શરૂ કરતા 25 લોકોમાં મોત થયા છે. અગાઉ પણ આ બન્ને દેશો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો.રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે વધુ બે દેશો વચ્ચે યુદ્ધ છેડાયું છે.
અઝરબૈજાને ફરી આર્મેનિયા સામે યુદ્ધ છેડયું છે. અઝરબૈજાને મંગળવારે આર્મેનિયા નિયંત્રિત કારાબાખમાં ઝડપી હુમલા કર્યા હતાં.જેમાં 25 લોકો માર્યા ગયા હતાં. આર્મેનિયાના અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે અઝરબૈજાને આર્મેનિયા સામે યુદ્ધ છેડયું હતું.મંગળવારે અઝરબૈજાના સૈન્ય હુમલામાં 25 લોકોના મોત થયા હતાં.જેમાં નાગરિકોને પણ સમાવેશ થાય છે. આ સિવાય અઝરબૈજાનના હુમલામાં 138 લોકો ઘાયલ થયા છે.
અઝરબૈઝાને આર્મેનિયાના કેટલાક વિસ્તારોને નિશાન બનાવ્યા હતાં. તેમાં આર્મેનિયાના અંકુશ હેઠળના નાગોર્નો-કારાબાખ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. અઝરબૈજાન આ પ્રદેશ પર કબ્જા કરવા માગે છે. એટલા માટે તેમણે અહીં હુમલા તેજ કર્યા છે. આ પહેલા કારાબાખમાં લેન્ડમાઈન વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતાં. અઝરબૈજાને આર્મેનિયા પર આ મૃત્યુનો આરોપી લગાવ્યો હતો.
લેન્ડમાઈન બ્લાસ્ટમાં માર્યા ગયેલા તમામ લોકો અઝરબૈજાનના નાગરિકો હતા.અઝરબૈજાને તોપખાનાના ટેકા સાથે આર્મેનિયાના અંકુશ હેઠળના નાગોર્નો કારાબાખમાં તેના સૈનિકો મોકલ્યા હતા.તેને આંતકવાદ વિરોધી અભિયાન ગણાવ્યું હતું. અઝરબૈજાને ચેતવણી આપી છે કે જયાં સુધી આર્મેનિયન સૈન્ય શરણાગતિ નહી સ્વીકારે ત્યાં સુધી તેનુ ઓપરેશન અટકશે નહીં.
મંગળવારના હુમલાઓએ આ ક્ષેત્રમાં નવા યુદ્ધનું જોખમ વધાર્યું હતું.અઝરબૈજાને આક્રમણ શરૂ કર્યું તેના થોડા કલાકો પહેલા લેન્ડમાઈનની ટકકરથી તેના ચાર સૈનિકો અને બે નાગરિકો માર્યા ગયા હતાં.