મુંબઈ,તા.21
‘થ્રી ઈડીયટ’ ફિલ્મમાં લાઈબ્રેરીયન દુબેનો રોલ કરી જાણીતા બબનેલા એકટર અખિલ મિશ્રાનું ત્રીજા માળેથી પડી જતા મોત થયુ છે. અખિલ મિશ્રાએ આત્મહત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અખિલ મિશ્રાનું બીલ્ડીંગનાં ત્રીજા માળેથી પડી જતાં મોત થયુ છે. તેમનુ મોત અકસ્માત કે આત્મહત્યા તે હવે પછી બહાર આવશે. જયારે અખિલનું મોત થયુ ત્યારે તેની પત્નિ અને જર્મન એકટ્રેસ સુઝન બર્નેટ હૈદરાબાદમાં હતી.તેણે જણાવ્યુ કે પતિનાં મૃત્યુથી હું આઘાત અનુભવુ છું.
સિને અને ટીવી આર્ટીસ્ટ એસોસીએશને અખિલ મિશ્રાનાં નિધન પર શોક વ્યકત કર્યો છે. અખિલે કેટલાંક ટીવી શો ‘ઉતરન’, ‘ઉડાન’, ‘સીઆઈડી’, ‘હાતિમ’ વગેરેમાં કામ કર્યું છે. બોલીવુડમાં ડોન, ગાંધી-માય-ફાધર, સરકાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુઝન અખિલની બીજી પત્નિ છે અને વ્યવસાયે તે એકટ્રેસ છે. અખિલની મંજુ મિત્રા હતી 1983 માં લગ્ન બાદ 1997 માં બન્નેનાં તલાક થઈ ગયા હતા.અખિલે સુઝન સાથે 2009 માં બીજા લગ્ન કર્યા હતા. પતિ-પત્નિએ સાથે અનેક પ્રોજેકટ હાથમાં લીધા હતા. ફિલ્મ ‘કર્મ’, ‘ટીવીશો’, ‘મેરા દિલ દિવાના’, ‘શોર્ટ ફિલ્મ’ મજુર કી જુલીયટમાં સાથે હતા.