ન્યુ દિલ્હી : ભારતમાં વિશ્ર્વના સૌથી વધુ એશિયન હાથીઓની વસ્તી છે. ત્યારે 2009 થી 2023 સુધીમાં 1381 ગજરાજ ની અકુદરતી કારણોસર મૃત્યુ થયું છે. વીજળીના કરંટ લાગવાથી, પોઈઝનને કારણે અકુદરતી કારણોસર મૃત્યુ થયું છે.
ઉત્તરાખંડના સામાજીક કાર્યકર હેમંત ગુનીયાએ આરટીઆઇ દ્વારા માહિતી મેળવવામાં આવી છે. તેમના જણાવ્યું હતું કે સૌથી વધુ 898 મૃત્યુ કરંટ લાગવાથી થયું છે. ત્યારબાદ ટ્રેન અકસ્માતમાં 218, પોચિંગ (શિકાર) ને કારણે 191 અને પોઈઝનને કારણે 74 મૃત્યુ થયું છે.
વર્ષ 2022-2023 માં જ 100 થી વધુ હાથીઓના મોત થયા છે, જેમાંથી વીજળીના કરંટ લાગવા થી ઓડિશામાં 26, કર્ણાટકમાં 15, તમિલ નાડુંમાં 14, છત્તીસગઢમાં 9, આસામમાં 8, કેરળમાં 7, ઝારખંડમાં 6, આંધ્ર પ્રદેશમાં 5 અને પશ્ચિમ બંગાળમાં 5 હાથીઓના મોત થયા છે. હાથીઓની સુરક્ષા માટે તાત્કાલીક પગલાં લેવા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ માંગ કરી છે.