♦ એરલાઈનમાં મુસાફરોની સલામતી મુદે અનેક ક્ષતિઓ જોવા મળતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું પગલું
નવી દિલ્હી: હાલમાંજ ટાટા ગ્રુપને સુપ્રત કરવામાં આવેલી એક સમયની રાષ્ટ્રીય વિમાની સેવા એર ઈન્ડીયાની વિમાની સેવામાં અવારનવાર મુસાફરોની સલામત મુદે સર્જાતા પ્રશ્નો બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડીયાની ફલાઈટને સેફટી વડા ને સસ્પેન્ડ કર્યા છે. એર ઈન્ડીયાના ફલાઈટ સેફટી ચીફ કેપ્ટન રાજીવ ગુપ્તા એક માસ માટે સસ્પેન્ડ રહેશે.
તા.25-26 જુલાઈના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરઈન્ડીયામાં સલામતી ઓડિટ કર્યુ હતું અને તેમાં અનેક ક્ષતિઓ બહાર આવતા એરલાઈનના સલામતી વિભાગના વડા કેપ્ટન રાજીવ ગુપ્તને 1 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એરઈન્ડીયામાં સલામતી મુદે યોગ્ય મેનપાવર પણ હતા અને અનેક ટેકનીકલ મુદાઓ પણ સર્જાયા હતા.
એરલાઈન દ્વારા સેફટી પ્રોટોકોલનું પણ પાલન થતુ નહી હોવાનું જાહેર થયું હતું. ખાસ કરીને એરલાઈન પાસે અકસ્માત નિવારવા માટેની કોઈ ખાસ તૈયારી ન હતી અને તેથી સેફટી વડાને જવાબદાર ગણાવીને તેઓને સસ્પેન્ડ કરાયા છે.