જામજોધપુર તાલુકામાં આયુષ્માન તથા આભા કાર્ડ અંગેના કેમ્પ યોજાયો

21 September 2023 03:52 PM
Jamnagar
  • જામજોધપુર તાલુકામાં આયુષ્માન તથા આભા કાર્ડ અંગેના કેમ્પ યોજાયો
  • જામજોધપુર તાલુકામાં આયુષ્માન તથા આભા કાર્ડ અંગેના કેમ્પ યોજાયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મયીબેન ગરસરના અધ્યક્ષ સ્થાને આયુષ્માન કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ PMJAY તેમજ આભા કાર્ડની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદીપભાઈ સુતરીયા, ગીરીશભાઈ ગરસર ગામના સરપંચ તેમજ જિલ્લામાંથી ડો. ગુપ્તા, તાલુકા હેલ્થ ઓફિસર ઙો. અલતાફ અને ગ્રામજનો પાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત પ્રવચન તાલુકા હેલ્થ સુપરવાઇઝર ડી.બી.અપારનાથી દ્વારા કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પિયુષ રાવલ, નિલેષ જોષી , પ્રદીપ ભાઇ, હીરલબેન, તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.


Advertisement
Advertisement
Advertisement