લેસ્ટરમાં ગણેશોત્સવમાં વિધર્મી પોલીસ ઓફિસરનો પૂજારીને ધકકો મારી કાર્યક્રમ રોકવા પર પ્રયાસથી બબાલ

21 September 2023 03:54 PM
India World
  • લેસ્ટરમાં ગણેશોત્સવમાં વિધર્મી પોલીસ ઓફિસરનો પૂજારીને ધકકો મારી કાર્યક્રમ રોકવા પર પ્રયાસથી બબાલ

♦ યુકેએ પોલીસ અધિકારીનાં વર્તનની નિંદા કરી

♦ કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે પોલીસ અધિકારીના અભદ્ર વ્યવહારથી સ્થાનિક હિન્દુઓ-ભારતીયોમાં રોષ

લેસ્ટર (બ્રિટન),તા.21
અત્રે ગણેશ ચતુર્થીની ઉજવણી દરમ્યાન વિધર્મી પોલીસ ઓફીસરે હિન્દુ પૂજારી અને હિન્દૂ ભાવીકો સાથે અભદ્ર વ્યવહાર કરતા નારાજગી ફેલાઈ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.

લેસ્ટરમાં ગણેશોત્સવ દરમ્યાન વિધર્મી પોલીસ ઓફીસર આદમ અહેમદે પોલીસ બળનો વધુ પડતો પ્રયોગ કરીને હિન્દુ પૂજારીને ધકકે ચડાવી કાર્યક્રમ અટકાવવા પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાથી ડઘાયેલા બ્રિટનમાં વસતા હિન્દૂઓ અને ભારતીયોએ લેસ્ટરની પોલીસનાં અભદ્ર વર્તન સામે સવાલો કર્યા છે. જોકે વિધર્મ પોલીસ અધિકારીની આ પહેલી હિન્દુઓ સાથેની ગેર વર્તણુંક પહેલીવાર નથી.

જુલાઈમાં બાગેશ્વર બાબાની રામકથામાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે ગેર વર્તણુંક કરી હતી. ગણેશ ચતુર્થીએ લેસ્ટરની ઘટનાની સ્થાનિક હિન્દુઓ અને ભારતીયોએ ટીકા કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement