મતદાર યાદી માટે વોટરના આધાર નંબર ફરજીયાત નહીં: સુપ્રિમનો ફેસલો

21 September 2023 04:06 PM
India
  • મતદાર યાદી માટે વોટરના આધાર નંબર ફરજીયાત નહીં: સુપ્રિમનો ફેસલો

મતદાર યાદી માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર વોટર લીસ્ટમાં નામાંકન માટેના ફોર્મમાં થશે ફેરફાર

નવી દિલ્હી તા.21 : મતદાર યાદી માટે મતદારનો આધાર નંબર દર્શાવવો ફરજીયાત નહિં રહે. સુપ્રિમ કોર્ટે ભારતનાં ચૂંટણી પંચને વચન આપ્યું હતું કે તે ફોર્મ-6 અને ફોર્મ-બી (ઈ-રોલમાં રજીસ્ટ્રેશન માટે)માં ઉચીત સ્પષ્ટીકરણ ફેરફાર જાહેર કરશે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાની ખંડપીઠે ચૂંટણી પંચ તરફથી હજુ સીનીયર વકીલને એ પણ જણાવ્યું હતું કે મતદાતાઓનાં રજીસ્ટ્રેશન (સંશોધન) નિયમ 2022 નાં નિયમ-26 બી અંતર્ગત આધાર સંખ્યા જમા કરાવવું ફરજીયાત નથી. ઈ-રોલમાં રજીસ્ટ્રેશન માટે ઈસીઆઈ ફોર્મનાં ફોર્મ6 (નવા મતદાતાઓ માટે આવેદનપત્ર) અને ફોર્મ 6 બી (મતદાતા સુચિ પ્રમાણીકરણનાં ઉદેશથી આધાર નંબરની જાણકારીનો પત્રના મુદાને ઈંગીત કરનારી અરજીમાં આ વચન દેવામાં આવ્યું છે. અરજી તેલંગાણા પ્રદેશ સમિતિનાં સીનીયર એડવોકેટ જી.નિરંજન દ્વારા અપાઈ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement