મુંબઈના પંડાલોમાં ક્રિકેટનું મેદાન તૈયાર કરાયું! હોકી સાથે બાપ્પા ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યા

21 September 2023 04:10 PM
Rajkot Dharmik
  • મુંબઈના પંડાલોમાં ક્રિકેટનું મેદાન તૈયાર કરાયું! હોકી સાથે બાપ્પા ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યા
  • મુંબઈના પંડાલોમાં ક્રિકેટનું મેદાન તૈયાર કરાયું! હોકી સાથે બાપ્પા ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યા

ગણેશોત્સવમાં જોવા મળ્યો વર્લ્ડકપ ફીવર

રાજકોટ,તા.21

ગણેશ ચતુર્થીનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે. વિઘ્નહર્તાની સ્થાપના ઠેર-ઠેર કરવામાં આવી છે લોકો અલગ-અલગ થીમમાં ગણેશ પંડાલો શણગારવામાં આવેલ છે. ત્યારે આ વર્ષના ગણેશ પંડાલોમાં વર્લ્ડકપ ફિવર જોવા મળી રહ્યો છે. મુંબઈમાં ગણેશ ચતુર્થીના તહેવારમાં આ વર્ષ વર્લ્ડ કપની થીમ પર ગણેશ મંડપ તૈયાર કરવામાં આવ્યા છે.મુંબઈ ઘાટકોપર, વિસ્તારમાં પણ અનોખી થીમ સાથે ગણેશજીની મુર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મંડપમાં ક્રિકેટનું મેદાન વર્લ્ડ કપની ટ્રોફી સાથે બાપ્પા ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત મુંબઈમાં જીએસબી સેવા મંડળ દ્વારા ભગવાન ગણેશની મુર્તિની સ્થાપના કરવામાં આવે છે.

આ ભવ્ય મુર્તિને સૌથી ધનિક ગણપતિ કહેવામાં આવી રહ્યા છે. કારણ કેઆ વર્ષે આ મૂર્તિ 6 કિલો સોના અને 336 કિલો ચાંદીની બનેલી છે.360.45 કરોડ રૂપિયાની મુર્તિનો વિમો પણ મળ્યો છે. ભારતનું કોઈ એવું વ્યકિત નહી હોય જેને વર્લ્ડ કપનો ફીવર ન ચડયો હોય તો પછી આપણા બાપ્પા કેમ પાછળ રહી જાય અનેક ગણેશ પંડાલોમાં વલ્ડકપની થીમ રખાતા આર્કષણનું કેન્દ્ર બન્યા હતા.લોકો દર્શન માટે ઉમટી પડયા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement