બીજા દિવસે "સર્વેશ્વર ચોક કા રાજા" ગણેશોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું: 50 હજાર થી વધુ ભકતોએ મહાઆરતીનો લાભ લીધો

21 September 2023 04:18 PM
Rajkot Dharmik
  •  બીજા દિવસે "સર્વેશ્વર ચોક કા રાજા" ગણેશોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું: 50 હજાર થી વધુ ભકતોએ મહાઆરતીનો લાભ લીધો
  •  બીજા દિવસે "સર્વેશ્વર ચોક કા રાજા" ગણેશોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું: 50 હજાર થી વધુ ભકતોએ મહાઆરતીનો લાભ લીધો

લુણસરના ગુરૂજી શ્રી દિનેશજી રાવલ અને પોલીસ ઈન્સપેકટર હીરપરા ખાસ ઉપસ્થિત: સાઈબર ક્રાઇમ અંગે માહિતગાર કરી લોકોને જાગૃત કરાયા

રાજકોટ, તા. 22

શહેરભરમાં ગણેશોત્સવની ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આયોજકો દ્વારા અનેકવિધ થીમ સાથે પંડાલને સુશોભિત કરવામાં આવતા હોય છે અને આ આકર્ષિત થીમ અને ગણપતિ બાપાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય છે. ત્યારે શહે2માં ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ "સર્વેશ્વર ચોક" માં સતત સાતમાં વર્ષે ગણપતિના આયોજન દરમ્યાન ગઈકાલે તા. 20 ના રોજ સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના દરેક સભ્ય દ્વારા મહાઆરતી કરવામાં આવેલ હતી. દર વર્ષની ભવ્યાતિત સફળતા તેમજ દરેક વર્ષે નવું જ કાંઈક આયોજન કરી છુટવા સાથે સભ્યોએ મહેનત કરી તે માત્ર સ્થાપનાના બીજા જ દિવસે સર્વેશ્વર ચોકમાં ભકતોનું પુર આવ્યું હોય તેમ પિસ્તાલીસ થી પચાસ હજાર ભકતોએ મહાઆરતી તેમજ દર્શનનો લાભ લીધેલ હતો તથા રાત્રે લુણસરના ગુરૂજી શ્રી દિનેશજી રાવલ પણ પધાર્યા હતા અને તેમણે પણ દર્શનનો લાભ લીધો હતો. તદ્પરાંત રાત્રે ” ડિવિઝન પોલીસ ઈન્સપેકટર હીરપરાએ પણ સાઈબર ક્રાઇમ અંગે માહિતગાર કરી લોકોને જાગૃત કર્યા હતા તથા કોઈપણ લોકો સાથે સાયબર ફ્રોડ થાય તો ડર્યા વગર પોલીસ મિત્રનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા અપીલ કરી હતી. સર્વેશ્ર્વર ચોક ચે2ીટેબલ ટ્રસ્ટ ના તમામ સભ્યોએ તમામ ભકતોનો આભાર માન્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement