સૌરાષ્ટ્રમાં ચાલુ સપ્તાહમાં માત્ર છૂટોછવાયો હળવો વરસાદ પડશે: તા.27થી ફરી જોર વધશે

21 September 2023 04:32 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં ચાલુ સપ્તાહમાં માત્ર છૂટોછવાયો હળવો વરસાદ પડશે: તા.27થી ફરી જોર વધશે

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે: હવામાન વિભાગનાં ડાયરેકટર ડો. મનોરમા મોહંતી સાથે વાતચિત

રાજકોટ,તા.21
ચાલુ સપ્તાહના પ્રારંભે સૌરાષ્ટ્ર- ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ છેલ્લા બે દિવસથી ફરી સર્વત્ર વરસાદનું જોર ઘટી ગયું છે. અને મોટા ભાગનાં સ્થળોએ બે દિવસથી તડકાં-છાંયડા વચ્ચે ભેજ વાળુ હવામાન પ્રવર્તી રહ્યું છે. ત્યારે ચાલુ સપ્તાહમાં સૌરાષ્ટ્ર- ગુજરાતમાં માત્ર છૂટોછવાયો હળવો વરસાદ પડશે તેમ રાજય હવામાન કચેરીના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ એક વાતચિત દરમ્યાન ‘સાંજ સમાચાર’ને જણાવેલ હતું.

તેઓના જણાવ્યા અનુસાર હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ કાર્યરત નથી. પરંતુ ભેજ અને ગરમીનાં કારણે લોકલ ફોર્મેશન સર્જાતા અમૂક સ્થળોએ માત્ર છુટોછવાયો હળવો વરસાદ પડશે. રાજયના મોટાભાગનાં જિલ્લાઓમાં આવો વરસાદ જ પડશે.

વધુમાં ડો. મનોરમા મોહંતીએ જણાવેલ હતું કે તા.27થી ફરી રાજયમાં વરસાદનું જોર વધશે અને તા.27થી 30 સુધીમાં ખાસ કરીને ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે.

જયારે તા.27થી 30 વચ્ચે દક્ષીણ ગુજરાતનાં અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. દરમ્યાન આજરોજ પણ સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મિશ્ર હવામાન વચ્ચે છુટોછવાયો હળવો વરસાદ પડયો હતો. રાજકોટ શહેરમાં પણ બપોરે અઢી વાગ્યા આસપાસ હળવું ઝાપટું વરસી ગયું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement