લેસ્ટરમાં ગણપતિની મૂર્તિને લઈને જતા 10-12 લોકો સામે ગેરકાયદે શોભાયાત્રાનો આરોપ લગાવ્યો

21 September 2023 05:15 PM
India World
  • લેસ્ટરમાં ગણપતિની મૂર્તિને લઈને જતા 10-12 લોકો સામે ગેરકાયદે શોભાયાત્રાનો આરોપ લગાવ્યો

♦ યુકે પોલીસ ભાન ભૂલી

♦ પ્રૌઢની પોલીસે ધરપકડ કરતાં એનઆરઆઈમાં આક્રોશ

લેસ્ટર (યુકે),તા.21
અહી ગણપતિ ઉત્સવમાં પૂજારી સાથે અભદ્ર વર્તનની પોલીસની ઘટનાની સાથે સાથે આવી વધુ એક ઘટના બહાર આવી છે.જેમાં ગણેશ ચતુર્થીની ઉજવણી માટે 10-12 લોકો ગણપતીની મૂર્તિ લઈને જતા હતા.

ત્યારે યુક્રેન પોલીસે એક ભારતીય મૂળનાં હિન્દુ બિઝનેસમેનની મંજુરી વિના શોભાયાત્રા કાઢવાનો આરોપ મુકી ધરપકડ કરાતા અને તેમને હાથકડી પહેરાવાતા બ્રિટનમાં વસતા ભારતીય મૂળના હિન્દુ લોકોમાં આક્રોશ ફેલાયો છે.

જેમની ધરપકડ કરાઈ તે 55 વર્ષિય ધર્મેશ લાખાણી હાર્ટ પેશન્ટ છે તેમને હાથકડી પહેરાવી પાંચ કલાક પોલીસ સેલમાં રખાયા હતા. જેના કારણે તબીયત લથડતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement