રાજકોટ,તા.21
આજરોજ કમલમ ખાતે કાર્યક્રમો અંગે બેઠકની મળી હતી. જેમાં યુવા મોરચા દ્વારા શહેરના તમામ વોર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આયુષ્યમાન ભવ અંતર્ગત તા. 22 ના રોજ સવારે 10 કલાકે મોરબી રોડ જકાતનાકા ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં આયુષ્યમાન કાર્ડના કેમ્પનું, તા. 24 ના રોજ ડો.સેલ દ્વારા વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ તા. 25 ના રોજ એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાલજીના જન્મદિવસ અંતર્ગત સવારે 9:30 કલાકે આજી ડેમ ખાતે આવેલ પંડિત દિનદયાલજીની પ્રતિમાને પુષ્પાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના વિવિધ ઇન્ચાર્જ તરીકે કીશન ટીલવા, હેમાંગ પીપળીયા, કુલદીપસિંહ જાડેજા, મહેશ રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.ચેતન લાલસેતા, ડો.નરેન્દ્ર વીસાણી, હરેશ જોષીને જવાબદારી સોંપવામાં આવેલ છે.
આ બેઠકનું સંચાલન ડો.માધવ દવેએ કર્યું હતું આભારવિધિ અશ્વિન મોલીયા કે કરી હતી. અને બેઠકની વ્યવસ્થા વિરેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી. આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશીએ જહેમત ઉઠાવી હતી.