♦ રાજયમાં ગેંગવોર ફાટી પડવાનો ભય: ગૃહમંત્રી અમીત શાહ સાથે વાત કરતા માન: પોલીસ રજા રદ
નવી દિલ્હી: કેનેડામાં શિખ ગેંગસ્ટરની હત્યા તથા હાલ ચાલી રહેલા ખાલીસ્તાની વિવાદ વચ્ચે આજે પંજાબ પોલીસે એક મોટી કાર્યવાહીમાં રાજયમાં ગોલ્ડી બરાડ ગેંગ પર વ્યાપક દરોડા પાડયા છે.
આજે સવારે પંજાબ પોલીસની 5000 જવાનોની ટીમ રાજયભરમાં મોગા, ફિરોજપુર, તરનતારન અને અમૃતસર ગ્રામીણ સહિતના ક્ષેત્રોમાં પહોંચી ગઈ હતી અને ગોલ્ડી ગેંગના સભ્યોને દબોચવાનું શરુ કરી તેઓને જેલમાં ધકેલી દીધા છે.
તો જે રીતે કેનેડામાં ગેંગસ્ટર સુખાની હત્યા થઈ તેમાં પંજાબની જ બિશ્નોઈ ગેંગનોજ હાથ હોવાનું ખુલતા પંજાબમાંજ ગેંગવોર ફાટી નીકળવાના ભયે રાજયમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની રજા રદ કરીને તાત્કાલીક ફરજ પર હાજર થવા પણ સૂચના અપાઈ છે. રાજયના મુખ્યમંત્રી ભગવતસિંહ માને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સાથે વાત ક્રી હતી તથા રાજયમાં જરૂર છે અર્ધલશ્કરી દળોને પણ તેનાત કરવામાં આવશે.