દબાણ હટાવ શાખાને ઇંજેકશન લાગ્યું : 19 રેંકડી, 232 બોર્ડ-બેનર જપ્ત : 206 ઢોર પણ ડબ્બે પૂરાયા

21 September 2023 05:23 PM
Rajkot
  • દબાણ હટાવ શાખાને ઇંજેકશન લાગ્યું : 19 રેંકડી, 232 બોર્ડ-બેનર જપ્ત : 206 ઢોર પણ ડબ્બે પૂરાયા
  • દબાણ હટાવ શાખાને ઇંજેકશન લાગ્યું : 19 રેંકડી, 232 બોર્ડ-બેનર જપ્ત : 206 ઢોર પણ ડબ્બે પૂરાયા

જુદા જુદા રસ્તાઓ પરથી દબાણો દુર કરવા અને પશુના ત્રાસ ઘટાડવા બંને શાખાની ટીમોની ‘સરકારી’ જેવી કામગીરી

રાજકોટ, તા.21 : મહાપાલિકાની દબાણ હટાવ શાખા પર ગઇકાલે જનરલ બોર્ડમાં તડાપીટ બોલ્યા બાદ તંત્ર દબાણો હટાવવા વધુ તાકાત કામે લગાડવા મથી રહ્યું છે. તેવામાં છેલ્લા ચાર દિવસમાં જુદા જુદા રસ્તાથી 19 રેંકડી, કેબીન અને 232 બોર્ડ બેનર જપ્ત કર્યા છે. તો એક અઠવાડિયામાં 206 ઢોર પણ પકડાયા છે.

પોસ્ટ ઓફિસ રોડ,રેલનગર,જામનગર રોડ,જંકશન રોડ, રામાપીર ચોકડી પરથી 19 રેંકડી, કોઠારીયા રોડ,નંદનવન મેઈન રોડ,ધરમ ટોકિઝ રોડ,હોસ્પિટલ ચોક,પોસ્ટ ઓફિસ મેઈન રોડ, પરથી પરચુરણ વસ્તુ પારેવડી ચોક,જ્યુબેલી,મોચી બજાર,જંકશન રોડ પરથી 427 કિલો શાકભાજી જપ્ત કરાયા હતા. જુદા જુદા વિસ્તારમાંથી રૂા. 37 હજારનું મંડપ કમાન ભાડુ અને રૂા.57 હજારના વહીવટી ચાર્જ વસુલાયા હતા તો 232 બોર્ડ-બેનર પારેવડી ચોક,કોઠારીયા રોડ,સેટેલાઈટ ચોક,ઢેબર રોડ,કાલાવડ રોડ પરથી જપ્ત કરેલા છે.

ઢોર પકડાયા
એ.એન.સી.ડી. શાખા દ્વારા તા.12 થી 19 દરમ્યાન વેલનાથ, શિવધારા સોસાયટી, જડેશ્વર સોસાયટી, રામપાર્ક, માંડા ડુંગર કે.પી. ઈન્ડસ્ટ્રીયલ ઝોન, કોઠારીયા સર્વિસ રોડ, કોઠારીયા સોલવન્ટ, વ્રુંદાવન, રામપાર્ક, કિશાન ગૌશાળા પાછળ, ગાર્બેજ સ્ટેશન, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, ગોપાલ ચોક, રૈયાગામ, ઈન્દિરા નગર, શાંતિનગર મેઈન રોડ,

તાલુકા પોલિસ સ્ટેશન, કટારીયા ચોકડી, રૈયાગામ, રાજશ્રી ટોકિઝ પાસે, દિવાનપરા મેઈન રોડ, બાપુનગર મેઈન રોડ, જિલ્લા ગાર્ડન, મારૂતિનગર, ભગવતીપરા, મોરબી રોડ, પ્રદ્યુમન પાર્ક રોડ, બેડીપરા પાસે, માર્કેટીંગ યાર્ડ, હુડકો ક્વાર્ટર, કુવાડવા રોડ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, એનિમલ હોસ્ટેલ, ગંગોત્રી પાર્ક, યુનિવર્સીટી રોડ, ગોકુલધામ આવાસ, સંતોષીનગર, રેલનગર, લાખના બંગલા રોડ, ભારતીનગર, પુનિતનગર, બજરંગવાડી, ગોંડલ રોડ પરથી કુલ 206 પશુઓ પકડવામાં આવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement