રાજકોટ. તા.21
કણકોટ રોડ પર આવેલ આરએમસીના ફિલ્ટર પ્લાન્ટમાંથી 70 હજારની સાફટિંગની ચોરી કરી નાસી છૂટનાર બે શખ્સોને તાલુકા પોલીસે પકડી પાડી પૂછપરછ હાથ ધરી હતી. બનાવ અંગે વડોદરામાં રહેતાં જહેશભાઈ રમેશચંદ્ર પટેલ (ઉ.વ.52) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ તેઓ મવડી-કણકોટ રોડ પર શ્યામલ ચાર રસ્તા નજીક આવેલ આર.એમ.સી.ના ફીલ્ટર પ્લાન્ટમાં છેલ્લા એક વર્ષથી પંપિંગ મશીનરીનું ફિટિંગ કરવાનો કોન્ટ્રાક્ટ રાખેલ છે.
ગઈકાલે સવારના અગીયાર વાગ્યાની આસપાસ હું મારા પ્લાન્ટનુ કામ ચાલતુ હોય ત્યાં હાજર હતો તે દરમ્યાન સુપરવાઇઝર એ જણાવેલ કે, આજે પ્લાન્ટની વીઝીટ કરતા અમારા ધ્યાન પર આવેલ કે, પ્લાન્ટની દીવાલ પાસે ખુલ્લી જગ્યામાં રાખેલ વીટી પમ્પની સાફટીંગ જોવામાં આવતી નથી. જેથી આસપાસમાં તપાસ કરતાં વિટી કંપનીની સાફટિંગ રૂ.70 હજારનો મુદ્દામાલ ક્યાંય જોવા મળેલ નહીં. જેથી બનાવ અંગે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિ.આર.પટેલની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ રમેશ ચૌહાણે ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.