વન-ડે પછી પણ રાજકોટમાં ક્રિકેટ-ફીવર જળવાશે: ભારતના સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે

21 September 2023 05:26 PM
Rajkot Sports
  • વન-ડે પછી પણ રાજકોટમાં ક્રિકેટ-ફીવર જળવાશે: ભારતના સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે

♦ 1લી ઓકટોબરથી રેસ્ટ ઓફ ઈન્ડિયા તથા સૌરાષ્ટ્ર વચ્ચે ઈરાની ટ્રોફીનો મેચ

♦ સૌરાષ્ટ્રની ટીમ જાહેર: જયદેવ ઉનડકટ કેપ્ટન: ચેતેશ્વર પુજારા રમશે

રાજકોટ,તા.21
રાજકોટમાં આગામી 27મીએ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારા વન-ડે બાદ પણ શહેરમાં કિક્રેટ ફીવર ચાલુ રહે તેમ છે.1લી ઓકટોબરથી પ્રતિષ્ઠિત ઈરાની ટ્રોફીનો જંગ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચેના આ મેચમાં ભારતીય ટીમનાં સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે.

રણજી ટ્રોફીમાં ચેમ્પીયન બનતી ટીમ તથા રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે ઈરાની કપ જંગ રમાતો હોય છે. 2022-23 ની રણજી સીઝનમાં સૌરાષ્ટ્ર ચેમ્પીયન બન્યુ હતું. હવે ઈરાની કપનો મેચ 1લી ઓકટોબરથી રમાશે.

રેસ્ટ ઓફ ઈન્ડીયામાં ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ ખેલાડીઓ રમતા હોય છે. જોકે વર્લ્ડકપને કારણે મોટાભાગનાં ખેલાડીઓ તેમા હશે પરંતુ વર્લ્ડકપની ટીમમાં સામેલ ન હોય તેવા ખેલાડીઓ રેસ્ટ ઓફ ઈન્ડીયામાંથી રમે તેવી શકયતા છે. એટલે રાજકોટનાં ક્રિકેટ પ્રેમીઓને ભારતના સ્ટાર ક્રિકેટરોને રમતા જોવા મળવાની તક મળશે. ઈરાની ટ્રોફીનો મેચ 1 થી 5 ઓકટોબર દરમ્યાન રમાશે.

સૌરાષ્ટ્રની ટીમ પસંદ કરવા માટે આજે પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં જયદેવ ઉનડકટના કપ્તાનપદ હેઠળ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. સોરાષ્ટ્રની ટીમમાં જયદેવ ઉનડકટ, ચેતેશ્વર પુજારા, શેલ્ડન જેકસન, અર્પિત વસાવડા, હાર્વિક દેસાઈ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રેરક માંકડ, ચિરાગ જાની, જય ગોહીલ, પાર્થ ભૂત, સમર્થ વ્યાસ, યુવરાજસિંહ ડોડીયા, કુશંન પટેલ, સ્નેલ પટેલ તથા દેવાંગ કરમટાનો સમાવેશ થાય છે. 27મીના વન-ડે બાદ ચાર દિવસનાં સમયગાળા બાદ ફરી ભારતનાં સ્ટાર ખેલાડીઓ રાજકોટમાં રમતા જોવા મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement