નવી દિલ્હી : મતદારોને મતદાન અંગે જાગૃત કરવા ચૂંટણી પંચ કોમિક્સની મદદ લેશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ’ચાચા ચૌધરી અને ચૂંટણી દંગલ’ નામના પુસ્તકની 30 હજાર નકલો છપાઈ છે. રાજ્યોના ચૂંટણી અધિકારીઓ શાળાઓ, કોલેજો અને અન્ય સ્થળોએ જઈને મતદારોને તેનું વિતરણ કરશે. કોમિક્સ ઓનલાઈન વાંચવાનો વિકલ્પ છે. 10 વાર્તાઓ છે. આના દ્વારા મતદારોને જણાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે મતદાન કરવું અને મતદાન માટે પંચ તરફથી કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે.