રાજકોટ. તા.21
રતનપરમાં આવેલ મોબાઈલ ટાવરમાંથી 80 હજારની બેટરી તસ્કરો ઉઠાવી જતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તસ્કરોને શોધવા દોડધામ આદરી હતી. બનાવ અંગે જંકશન પ્લોટમાં આવેલ ગોરધન એપાર્ટમેન્ટમાં રહેતાં દિનેશસિંહ શ્યામસિંહ રાજપુત એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મેક્ષ વીજીલ સિક્યુરીટી નામની કંપનીમાં ટીમ લીડર તરીકે નોકરી કરૂ છુ. કંપનીનું કામ ઇન્ડસ કંપનીના બનાવેલ મોબાઇલ ટાવરની દેખરેખ રાખવાનું છે. હું રાજકોટમાં આવેલ મોબાઇલ ટાવર પર સુપરવાઈઝર તરીકે કામ માણસોનુ સુપરવિઝન કરવાનું કામ કરૂં છું. ગઇ તા-07/08/2023ના અમદાવાદ ક્ધટ્રોલ રૂમ પરથી મારા મોબાઇલ ફોન પર ફોન આવેલ કે, રાજકોટના રતનપર ગામે આવેલ મોબાઈલ ટાવર ખાતે ચોરીનો બનાવ બન્યો છે.
જેથી તેઓ તાત્કાલીક રતનપર ગામ ગયેલ અને ત્યાં હાજર ટેકનીશને જણાવેલ કે, અહી મોબાઇલ ટાવરની સાઇટ બંધ થઈ જતા તપાસ કરતા જાણવા મળેક કે, આ ટાવર ફરતે તાર ફેન્સીંગ કરેલ છે, તેની અંદર એક નાના કબાટમાં ટાવરની બેટરી રાખીએ છીએ તે કબાટમાં મારવામાં આવતુ તાળુ તુટેલ હતું અને તેમા રાખેલ બેટરી જોવા મળેલ નથી. જેથી તેઓએ કબાટ જોતા કબાટની બહારની બાજુએ મારેલ તાળુ તુટેલ હતું અને અંદર રાખેલ બેટરી અને 24 નંગ સેલ રૂ.80 હજારનો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી પીએસઆઇ જે.ડી.વસાવા અને ટીમે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.