લોકસભા ચૂંટણી પડઘમ : મંગળવારે ગાંધીનગરમાં કલેકટરો-અધિક કલેકટરોની તાલીમ

21 September 2023 05:35 PM
Rajkot
  • લોકસભા ચૂંટણી પડઘમ : મંગળવારે ગાંધીનગરમાં કલેકટરો-અધિક કલેકટરોની તાલીમ

બેંગ્લોરની ભેલ કંપનીના ઇજનેરો રાજકોટમાં પડાવ નાંખી તા. 3 ઓકટોમ્બરથી EVMનું કરશે ફર્સ્ટ લેવલ ચેકીંગ : તા.17થી મતદારયાદી સુધારણા ઝુંબેશ

રાજકોટ, તા.21 : લોકસભાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.જેમાં આગામી તા.ર6ને મંગળવારે રાજકોટ સહિત રાજયના કલેકટરો અને અધિક કલેકટરોની તાલીમ ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવી છે.

આ તાલીમ વર્ગમાં રાજકોટ જિલ્લા કલેકટર અને અધિક કલેકટર ખાચર ભાગ લેવા જનાર છે. આ તાલીમ વર્ગ બાદ તા. 3 ઓકટોમ્બરથી ઇવીએમ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ શરૂ કરાશે.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે ઇવીએમ મશીનના ફર્સ્ટ લેવલ ચેકીંગ બેંગલોરથી ભેલ કંપનીના ઇજનેરો દ્વારા કરવામાં આવશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આગામી તા. 17થી મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરવા માટે પણ ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આદેશ કરી દેવામાં આવેલ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં 2253 જેટલા મતદાન મથકો છે. આગામી લોકસભાની ચૂંટણી જિલ્લાના મતદાન મથકોમાં ઘટાડો થનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ અંગેની દરખાસ્ત પણ ચૂંટણી પંચને કરી દેવામાં આવી છે. હવે આગામી મંગળવારે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેકટર અને અધિક કલેકટરો ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે ખાસ તાલીમ આપવામાં આવનાર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement